પ્રવાસે જતા વિદ્યાર્થીઓ ભરેલી બસનો થયો અકસ્માત, 8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદના પીલુડા નજીક બાળકોને લઇ સ્કૂલ પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો હતો. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ બસમાં પ્રવાસે જઈ રહ્યા હતા.

આ દરમિયાન બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં 8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ વિદ્યાર્થીઓને લઇને સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહી હતી. આ દરમિયાન અચાનક બસ પલટી ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે પલટી જતાં અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં 8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ વિદ્યાર્થીઓને લઇને શૌક્ષણિક પ્રવાસે સૌરાષ્ટ્ર જઇ રહી હતી. આ સમયે અચાનક કોઇ કારણોસર બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બસમાં સવાર વિદ્યાર્થીઓમાંથી આઠથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.