ભરૂચ કોંગ્રેસ ના યુવા હોદ્દેદારો વચ્ચે મારામારી,મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભરૂચ-કોંગ્રેસ માં ઘમાસાણ,યુવા પાંખના હોદ્દેદારો વચ્ચે મારીમારી,મામલો પોલીસ મથકે પહોંચ્યો…!!

ભરૂચ શહેર કોંગ્રેસ ના યુવા હોદ્દેદારો વચ્ચે નો આંતરિક યુદ્ધ હવે તેની ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે,થોડા દિવસો અગાઉ યુવા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ નિખિલ શાહ અને નગર પાલિકા ના વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ વચ્ચે કોંગ્રેસ કાર્યલય ખાતે મારામારી થઇ હોવાની વાતો વહેતી થઇ હતી જે સમગ્ર ઘટના ક્રમ પર જે તે વખતે અન્ય સિનિયર હોદ્દેદારો ના પ્રયાસોથી મામલો શાંત પડ્યો હતો, જે ઘટના ક્રમ બાદ ગત રોજ ભરૂચ ની એમ.કે કોલેજ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનક સેનેટ ઇલેક્શન સમયે યુવા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ નિખિલ શાહ સાથે પ્રદેશ યુવા કોંગ્રેસ ના મહામંત્રી નિકુલ મિસ્ત્રી વચ્ચે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે,

જેમાં નિખિલ શાહ દ્વારા સમગ્ર મામલે ભરૂચ સી ડીવીઝન મથકે પોતાની ફરિયાદ આપી તેઓને મારમારી ધમકી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ કરી છે, યુવા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ નિખિલ શાહ એ આપેલ ફરિયાદ માં જણાવવા માં આવ્યું છે કે છેલ્લા ૧૦ દિવસ થી સમસાદ અલી સૈયદ અને તેઓની ટોળકી દ્વારા અમોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, સાથે જ માર મારવાના બહાના ધૂંધી લાવવાના પ્રયાસ હેઠળ ગત તારીખ ૫ /૦૮/૨૦૨૨ ના બનાવ ની અમે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ને ફરિયાદ કરી હતી જે બાબત ની રીશ રાખી સમસાદ અલી સૈયદ નાઓએ નિકુલ મિસ્ત્રી ને કોઈ ગેર સમજ ઉભી કરાવી તેમજ તેને ઉશ્કેરી મારી સામે લડવા અને માર મારવા પ્રોત્સાહન કરી મારી ઉપર અચાનક જ એ.કે કોલેજ ખાતે તમાચા મારી મારામારી કરી જાન થી મારી નાંખવાની ધમકીઓ આપતા જે દરમિયાન ઘટના સ્થળે હાજર શકીલ અકુજી અને પ્રદેશ એન.એસ.યુ આઈ ના ઉપ પ્રમુખ યોગેશ પટેલ(યોગી) નાઓએ વચ્ચે પડી તેઓને બચાવ્યા હતા તેમ ફરિયાદમાં જણાવાયું છે,

See also  આ 9 સ્થળોએ માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ

આમ ભરૂચ કોંગ્રેસ માં વિધાનસભા ચૂંટણીઓ પહેલા હોદ્દેદારો વચ્ચે ના આંતરિક ઝઘડાઓ હવે કાર્યલય ની બાહર નીકળી જાહેર સ્થળોએ છાપદે ચઢી ગુંજી રહ્યા છે,ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ માં શરૂ થયેલ આ ગૃહ યુદ્ધ આખરે ક્યાં જઈ અટકે છે,