ડોક્ટરીના ત્રીજા વર્ષમાં ભણતી સુરતની યુવતીએ ખાધો ગળાફાંસો કારણ જાણીને..

સુરતમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જહાંગીરપુરા વિસ્તારની તબીબી વિદ્યાર્થિનીએ ગેમ ઓવર લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કિમમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને એટીકેટી આવી હોય તણાવ અનુભવતી હતી. જેને લીધે તેણીએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. દીકરી ડોક્ટર બને તે પહેલાં જ જિંદગીનો અંત આણી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘરમાં જ જીવન ટૂંકાવ્યું

બનાવ અંગે મળતી માહિતી મુજબ જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઇ પટેલ (ઉ.વ.20) કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન સોમવારે બપોરે જાનવીબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી કાંસો ખાઈ લીધો હતો. બહારથી આવેલા પરિવારના સભ્યો જાનવીબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હેબતાઇ ગયા હતા. તેઓએ જાનવીબેનને તાબડતોબ નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા જાનવીબેનના પ્રાણ પખેરુ ઉડી ગયા હતા. પુત્રીને તબીબોએ મૃત ઘોષિત કરતા પરિવારના સભ્યોએ હૈયાકાંટ કલ્પાંત કર્યો હતો.

See also  લક્ઝુરિયસ કારે યુવકને 12 કિમી ઢસડ્યો, બે દિવસ બાદ મળ્યો હતો મૃતદેહ

સોમવારે જ કોલેજની ફી ભરી હતી

સબંધીઓએ જણાવ્યું હતું કે, જાનવીબેન કોલેજથી અપડાઉન કરતી હતી. સોમવારે જ તેણીની કોલેજની ફી ભરવામાં આવી હતી. અભ્યાસનું ટેન્શન હતું. બીજી બાજુ બનાવની તપાસકર્તા જહાંગીરપુરા પોર્લીસ મથકના હે કો પ્રદિપભાઈએ જણાવ્યું હતું કે, જાન્વીબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન જાનવીબેનનો તાજેતરમાં એરીકો આવી હોવાનું અને તેને લીધે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવાર શોકમાં ગરક

માનસિક તણાવને લીધે અંતિમ પગલું ભરી લોધું હોવાની શક્યતા સેવાઇ રહી છે. મૃતક જાન્વીબેનના પિતા દિલીપભાઇ પાલિકામાં ડેપ્યૂટી ઇજનેર તો માતા શિક્ષીકા છે. જ્યારે ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જાનવીબેનના અણધાર્યા પગલાથી પરિવારમાં શોકનો કાલીમાં છવાઇ ગઇ છે.

સુરતમાં છેલ્લા 19 દિવસમાં 29ના આપઘાત

સુરત શહેરમાં ડિસેમ્બરના 19 દિવસમાં 29 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં કિશોરી-કિશોરીઓથી લઈને યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. નવાગામમાં ટેમ્પાચાલકે મકાનના હપ્તા ભરવાના ટેન્શન, ખજોદ ડાયમંડ બુર્સમાં એક શ્રમજીવી, અડાજણમાં એકલવાયા જીવનથી કંટાળી યુવક, પાંડેસરામાં ઓટોપાર્ટસના વેપારીની પત્ની, કતારગામમાં યુવક, કતારગામ જીઆઈડીસીમાં યુવક, લસકાણામાં યુવક, સચીનમાં યુવાન, કાપોદ્રામાં યુવક સાથે પત્ની તરીકે રહેતી 17 વર્ષીય કિશોરી, છુટાછેડા બાદ બીજા લગ્નથી પિતા નારાજ થતા પરણિતાએ આપઘાત કરી લીધો હતો.

See also  IND vs NZ: રોહિત શર્માએ તોડ્યો સનથ જયસૂર્યાનો મોટો રેકોર્ડ, આવું કરનાર ત્રીજા બેટ્સમેન