ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત શાળામાં રાખી મેકીંગ અને રાષ્ટ્ર ધ્વજ મેકીંગ સ્પર્ધા યોજાઈ શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્વારા ખુબજ સુંદર અને આકર્ષક આયોજન

દાહોદ તા.૦૯

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત શાળામાં રાખી મેકીંગ અને રાષ્ટ્ર ધ્વજ મેકીંગ સ્પર્ધા યોજાઈ
શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્વારા ખુબજ સુંદર અને આકર્ષક આયોજન
     ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તથા ગુજરાતી માધ્યમ શાળામાં રક્ષાબંધન અને 15 મી ઑગસ્ટને અનુલક્ષીને રાખી મેકીંગ તથા રાષ્ટ્ર ધ્વજ મેકીંગ સ્પર્ધાનું ખૂબજ સુંદર આયોજન પ્રમુખ ડૉ સેજલબેન દેસાઈ અને મંત્રી લા.નયનાબેનની અધ્યક્ષતામાં યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી મીતાબેન હાજર રહ્યા હતા જેમણે ભારતદેશ અને તેના રાષ્ટ્રધ્વજના સન્માન અને મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપીને જીવનના મૂલ્યો કઈ રીતે ઊંચા રાખી રાષ્ટ્રહિતમાં જીવવું એની સુંદર સમજ ઉપસ્થિત 300 બાળકોને આપી હતી.
   રાખીમાં સુકા મેવા સહિત ખુબજ સુંદર કૃતિ બનાવી આપણી આદિવાસી બાળા તથા રાષ્ટ્રધ્વજ મેકીંગમાં સ્કૂલના મુસ્લિમ સમુદાયના બાળક શ્રેષ્ઠ કૃતિ માટે પુરસ્કાર મેળવતા ખુબજ હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા, સ્પર્ધામાં બન્ને માધ્યમના 75 બાળકોએ ભાગ લીધો હતો અંતમાં પ્રમુખ લા.ડૉ સેજલબેન પ્રાસંગિક અને પ્રેરક ઉદ્બોધન કરી સર્વેનો ઉત્સાહ વધાર્યો હતો.

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત શાળામાં રાખી મેકીંગ અને રાષ્ટ્ર ધ્વજ મેકીંગ સ્પર્ધા યોજાઈ

શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્વારા ખુબજ સુંદર અને આકર્ષક આયોજન