ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન દેશભરમાં આ પર્વની ઉજવણી શ્રાવણ સુદ પુનમના દિવસે કરવામાં આવે છે જોકે , ગુજરાતનું એક એવું ગામ છે જ્યાાં શ્રાવણ સુદ પુનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી નથી તેના બદલે ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવે છે તેની પાછળ એક ઈતિહાસ વણાયેલો છે આ ગામ છે પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસના બદલે બહેન ભાઈને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધે છે છેલ્લા 650 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે તેરસના દિવસે ગોધણસા દાદાના મંદિરે મેળો ભરાય છે અને રક્ષાબંધનની ઉજવણી થાય છે લોકવાયકા મુજબ આજથી 650 વર્ષ પહેલા ગોધાણા ગામમાં રક્ષાબંધનના દિવસે બળેવીયા દોડાવવાનો રિવાજ હતો ગામના તળાવમાં નારીયેળ કાઢવાની સ્પર્ધા યોજવામાં આવતી હતી જેમાં જે સૌથી પહેલા નારીયેળ બહાર લઈને આવે તે વિજેતા થતો હતો આ રિવાજ પ્રમાણે ગામના ચાર યુવાનો ખાલી ઘડો લઈ તળાવમાં નારીયેળ કાઢવા ગયા હતા જે તળાવમાં ડૂબી ગયા હતા જેથી ગ્રામજનોએ કલાકો સુધી તેઓ બહાર આવે તેવી રાહ જોઈ હતી , પરંતુ તેઓની કોઈ ભાળ મળી નહી છેવટે ચારેય યુવાનો મૃત પામ્યા હોવાનું સમજી રક્ષાબંધનના દિવસે જ કરૂણ ઘટના બનતા રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ દરમિયાન ભાદરવા સુદ તેરસના દિવસે ચમત્કારિક રીતે આ યુવાનો તળાવમાંથી જીવતાં બહાર નીકળ્યા હતા જેથી ગામમાં આનંદની લાગણી છવાઈ હતી , ત્યારથી ગ્રામજનો શ્રાવણ સુદ પૂનમના બદલે ભાદરવાની તેરસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરે છે