સુરત: ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો યુવક, જવાને બચાવ્યો જીવ

સુરત રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના બનતા ટળી છે. સુરત રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં મુસાફર ચડવા જતા નીચે પટકાયો હતો. જોકે સદનસીબે ત્યાં હાજર સુરક્ષા જવાને યુવાનને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ચાલતી ટ્રેનમાં ચડતો યુવક ટ્રેનમાં જ ફસાયો હોવાની ઘટના બની હતી. યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેનું બેલેન્સ બગડ્યું હતું અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાયો હતો. જોકે, આરપીએફ જવાને યુવકનો જીવ બચાવ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે ફસાઇ જાય છે. આ જોતાં જ આરપીએફનો જવાન તેને બચાવવા દોડી જાય છે. આ દરમિયાન જ તેણે ટ્રેનને પણ રોકી હતી અને ફસાયેલા યુવકને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફૂટેજમાં જોઇ શકાય છે કે, ટ્રેન જઇ રહી હતી ત્યારે સફેદ કપડાંમાં દેખાઇ રહેલો યુવક પડી જાય અને ફસાઇ જાય છે.

See also  રાજકોટમાં બાબા બાગેશ્વરનાં વિરોધમાં આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ કરાઈ.

આરપીએફ જવાન યુવાનને બચાવે છે. તેટલું જ નહીં, ટ્રેન રોકવાનો આદેશ કરવાથી યુવાનને ગંભીર ઇજા થતાં બચી છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત રેવલે સ્ટેશન પર લોકોને આંખો ઉઘાડતી ઘટના સામે આવી છે. એક યુવાન ચાલતી ટ્રેનમાં ચડતો યુવક ટ્રેનમાં ફસાયો હોવાની ઘટના બની હતી. યુવક ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેનું બેલેન્સ બગડ્યું હતું અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાયો હતો. જોકે, આરપીએફ જવાને યુવકનો જીવ બચાવ્યો હતો.