ફાયદાની વાત/ લોનના હપ્તા મોંઘા પડે છે, તો અન્ય બેંકમાં ટ્રાંસફર કરી શકશો લોન, આ 3 મોટા ફાયદા થશે

આજકાલ ઘરેલૂ જરૂરિયાતને પુરી કરવા માટે પર્સનલ લોન લેવી સામાન્ય બાબત થઈ ગઈ છે. ઘણી વાર એવુ થાય છએ કે, બેંકમાંથી પર્સનલ લોન લે છે, તો થોડા સમય બાદ વ્યાજદર વધારે લાગે છે. ત્યારે આવા સમયે સમજાતુ નથી કે શું કરવું. પણ હવે આ સમસ્યાનું નિવારણ મળી ગયું છે. આપ ઈચ્છો તો એછા વ્યાજદરવાળી કોઈ અન્ય બેંકમાં પર્સનલ લોન ટ્રાંસફર કરી શકો છો .

બીજી બેંકમાં ટ્રાંસફર કરી શકો છો પર્સનલ લોન

એચડીએપસી બેંકની વેબસાઈટે તેના વિશે વિસ્તારની જાણકારી આપી છે. બેંકના જણાવ્યા અનુસાર જો કોઈ નાણાકીય સંસ્થા અથવા બેંક આપના અકાઉન્ટ ર લાગૂ વ્યાજદર ઓછામાં ઓછી લોન સ્વિચ અથવા લોન ટ્રાંસફરની ઓપર આપી રહી છે, તો તેનો ફાયદો લઈ શકો છો.

આટલુ કામ કરવાનું રહેશે

બેંકના જણાવ્યા અનુસાર આપની પર્સનલ લોન ટ્રાંસફર કરવા માટે આપે થોડી ઔપચારિકતા પુરી કરવાની રહેશે. આપને પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ફી અને ફોરક્લોઝર ફી પર સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવી પડશે. ત્યાર બાદ આપ લોન બીજી બેંકમાં ટ્રાંસફરી કરી શકશો અને આપની બચેલી લોનના હપ્તા અન્ય બેંકમાં જમા કરી શકશો.

લોન ટ્રાંસફર કરવાના ફાયદા

હવે વાત કરીએ અન્ય બેંકમાં લોન ટ્રાંસફર કરવાથી શું ફાયદો થશે. બીજી બેંકમાં લોન ટ્રાંસફર કરતી વખતે ચુકવવાનો સમય વધારે અથવા ઓછો કરી શકશો. આ સમય જેટલો લાંબો હશે, હપ્તા ઓછા બનશે અને વ્યાજ વધારે ચુકવવું પડશે. તો વળી સમય ઓછો કરાવાથી વધારે હપ્તા અને ઓેછુ વ્યાજ ચુકવવું પડશે.

વ્યાજદર થઈ જશે ઓછા

બીજો ફાયદો વ્યાજદરમાં થાય છે. મોટા ભાગે કોઈ વ્યક્તિ જ્યારે પણ પોતાની લોન બીજી બેંકમાં ટ્રાંસફર કરાવે છે, ત્યારે તેના વ્યાજદર ઓછા કરાવવા માગે છએ. ત્યારે આવા સમયે જો આપ પણ પોતાની પર્સનલ લોન બીજી બેંકમાં ટ્રાંસફર કરવા માગો છઓ, આપના વ્યાજદર પણ ઓછા થઈ જશે અને આપને ફાયદો થશે.

ત્રીજો ફાયદો એ છે કે, કેટલીય બેંક પર્સનલ લોનને નવી રીતે રિ ફાઈનાન્સ કરવાની સાથે આપને ટોપ અપ કરવા અથવા લોનની માત્રા વધારવાની મંજૂરી પણ આપે છે. તો વળી ઘણી બેંક ટોપ અપ સાથે સાથે નવી લોનની સુવિધા પણ ઓેફર કરે છે. જેનાથી આપની આર્થિક સ્થિત વધારે મજબૂત થઈ શકે છે.