અમદાવાદ: વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય, જાણો રોજના છે આટલા કેસ

છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો સતત વઘી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળાનું મોટા પ્રમાણમાં વધ્યું છે. ખાસ કરીને વાયરલ તાવના કેસમાં મોટાપાયે વધારો થયો છે. નાના બાળકો જુદા-જુદા રોગોની ઝપેટમાં આવી રહ્યા છે. માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં જ વાયરલ ઇન્ફેક્શનના 835 કેસ નોંધાયા છે. જનરલ ઓપીડીમાં પણ કેસની સંખ્યા 1 હજાર 400ને પર પહોંચી છે. તો બીજી તરફ દરરોજના 20 બાળકોને વાયરલ ઈન્ફેક્શનના કારણે દાખલ કરવામાં આવી રહ્યા છે. બાળકોની ઓપીડીમાં રોજના 75 થી 80 કેસ નોંધાય છે.

ત્યારે ઠંડી વધતા રોગચાળો ફાટી નિકળતા ડોક્ટરે પણ લોકોને કાળજી રાખવા તાકીદ કરી છે. હાલ વાઇરલ ઇન્ફેકશનની વાત કરીએ તો શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો વગેરે બીમારીમાં વધારો થયો છે. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 70 જેટલા દર્દીઓ અગાઉ સારવાર લેઇ રહ્યા હતા. જેની સરખામણીમાં છેલ્લા 15 દિવસથી 30 થી વધુ દર્દીઓનો વધારો થતા હાલ સોથી વધુ દર્દીઓ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. ઉપરાંત સરકારી ભાવસિંહજી હોસ્પિટલની વાત કરીએ તો અહીં પંદર દિવસ પહેલા 100 જેટલી ઓપીડી થતી હતી.

See also  સુરતમાં 10 દિવસ પહેલા જ રોજગારીની શોધમાં આવેલા ચોથા માળેથી નીચે પડી જતા મોત.

જેની સરખામણીમાં હાલ કોવિડ હોસ્પિટલ અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કે જે નર્સિંગ કોલેજ ખાતે શિફ્ટ કરવામાં આવી છે ત્યાં 180થી વધુ દરરોજની ઓપીડી થઈ રહી છે. આમ સરકારી હોસ્પિટલ ખાતે પણ દરરોજ દર્દીનો વધારો થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પંદર દિવસના સમયગાળા દરમિયાન વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.