રાજકોટમાં લોકમેળાની સાથે મનપા દ્વારા નિર્મિત રામવનનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રામવનનું લોકાર્પણ આગામી 17મી તારીખના રોજ લોકમેળાના લોકાર્પણ સાથે જ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ રામવનનું ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લું મુકવામાં.આવશે. રાજકોટના લોકો માટે જન્માષ્ટમીની ભેટ સ્વરૂપે રામવન ખલ્લું મુકાશે. આ રામવનમાં રામાયણની પ્રતીત થઇ તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. રામવનમાં હિન્દૂ સંસ્કૃતિ અને રામાયણની ઝાંખી નજર થાય તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટના લોકો માટે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા રામવનને જન્માષ્ટમીના તહેવાર પર જ ખુલ્લી મુકવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના લોકો પણ આ તહેવારની રાજાઓનો લાભ લઈને આ રામવનની મુલાકાત લઇ શકે. આ તકે ભારતના પ્રધાનમંત્રી પણ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાઈ શકે તે માટે રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે.

રાજકોટમાં નિર્મિત આ રામવનમાં ભગવાન રામ, સિતા અને લક્ષ્મણની વિશાળ મૂર્તિ આર્કષણનું કેન્દ્ર બનશે. આ સિવાય ભગવાન રામ પોતાના ભક્તને ભેટે છે તેવી પ્રતિમા પણ છે તો બીજી તરફ ભગવાન રામની ખુબ જ ભવ્ય પ્રતિમા અને ભગવાન રામ અયોધ્યાના રાજા બન્યા તે બાદનું સુંદર દ્રશ્યમાન થાય તેવી પ્રતિમા છે. રાજકોટના લોકો ઉત્સવ પ્રેમી અને ધર્મ પ્રેમી છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટને પાટનગર તરીકે ઓળખાઈ છે ત્યારે આ રામવનનું લોકાર્પણ કરવાથી રાજકોટના લોકોની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોને પણ એક સુંદર ભેટ મળી છે.