અમરેલી જિલ્લા વકીલ મંડળ તથા તમામ વકીલ મંડળના તમામ વકીલો અચોક્કસ સમય સુધી હડતાલ ઉપર

અમરેલી જિલ્લાના વડીયા નામદાર કોર્ટમાં સીનીયર અડવોકેટ એન.વી. રાઠોડ સાથે વડીયાના જ્યુડી. મેજી. ફ.ક. સાહેબે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી એડવોકેટનું સ્વમાન ભંગ થાય તેવું વર્તન કરેલ હતું, તેમજ વડીયાના જજ સાહેબે ઉશ્કેરાઇ જઇ અણછાજતું વર્તન કરી પોલીસને એડ્વોકટ રાઠોડભાઇને કોઇપણ જાતના વાંક વગર ધરપકડ કરવાની સુચના આપતા એડવોકેટ એન.વી. રાઠોડ હાર્ટના દર્દી હોય, હાર્ટ એટેક આવતા સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડેલ હતી, જયાં સા૨વા૨ બાદ તેની તબીયતમાં સુધારો થયેલો હતો.

આ બાબતે આજરોજ અમરેલી જિલ્લા વકીલ મંડળ દવારા તમામ તાલુકા મંડળના પ્રમુખોની તથા જિલ્લા વકીલ મંડળના સભ્યોની તાત્કાલીક મીટીંગ આજરોજ તા.૦૧-૦૮-૨૦૨૨ બોલાવેલ અને તમામ વકીલોની હાજરીમાં સર્વાનુમતે મીટીંગમાં નકકી થયા મુજબ અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ નામદાર કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.

આ બનાવની વિગત જોઈએ તો તા. ૩૦–૦૭-૨૦૨૨ ના રોજ વડીયાના જયુડી. મેજી. ફ.ક. સાહેબની કોર્ટમાં એડવોકેટ એન.વી. રાઠોડ ની મુદત હોય અને તે મુદત સબંધે સાહેદોને બોલાવી જુબાની લેવાની માટે નામદાર સાહેબને જણાવતા, નામદાર સાહેબ એડવોકેટ ઉપર ખુબ જ ગરમ થઈ જતા કહેવા લાગેલ કે તમે કોર્ટને શીખવાડશો કે કોર્ટ કઇ રીતે ચાલશે અને ચાલુ અદાલતને એડવોકેટનું અપમાન કરેલ, છતા પણ એડવોકેટશ્રીએ નમ્રપણે વર્તન કરેલ છતા પણ નામદાર સાહેબે ખુબ જ અશોભનીય વર્તન કરેલ, અને સોકેટથી હાર્ટના દર્દી હોય જેના કારણે તેઓની તબીયત લથડતા તેઓને વડીયા સરકારી હોસ્પીટલ ત્યારબાદ અમરેલી સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ.

ઉપરાંત નામદાર સાહેબે તદન ખોટી રીતે એડવોકેટ એન.વી. રાઠોડ તથા તેના પુત્ર મેહુલ રાઠોડની સામે ફોજદારી ઇન્ક. કેસ નં. ૩૨૨ થી આઇ.પી.સી. કલમ – ૨૨૮, ૨૨૪, ૨૨૫ મુજબ ક્રિમીનલ પ્રોસીજ૨ કોડની કલમ ૩૪ મુજબ ઇન્કવાયરી કેસ દાખલ કરીને તેઓ સામે વોરંટનો હુકમ કરેલ છે. જે હુકમ રદ થવા તેઓએ નામદાર ડીસ્ટ્રીક કોર્ટમાં રીવીઝન દાખલ કરતા, જે વોરંટનો

હુકમ સામે સ્ટે આપવામાં આવેલ છે. આવી જ રીતે નામદાર સાહેબે વડીયા તેમજ જિલ્લાના ઘણા એડવોકેટ સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન ક૨ેલ હોય, તેમજ અગાઉ તેઓએ જે કોર્ટમાં ફ૨જ બજાવેલી, ત્યાં પણ તેઓએ વકીલોને અપમાનીત કરી હડધુત કર્યા હોય અને તેથી વકીલોએ હડતાલ કર્યાના પ્રસંગો બનેલા છે, આ બનાવથી રોષે ભરાયેલા જિલ્લાના તમામ વકીલોએ આજરોજ તા. ૦૧-૦૮-૨૦૨૨ થી અમરેલી જિલ્લા વકીલ મંડળ તરફથી અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ નામદાર કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.

જેમાં એ.એન. Ėમુરારી પ્રમુખશ્રી, ઉપન ત્રી.

ત્રિવેદી, સાકીર અજય .કા. રમેશ ખીમસુરીયા,સેક્રેટરી સાજીદખાન પઠાણ, એ.સી. વરીયા, ચંદ્રેશ૨ાઠોડ, દડુ ખાચર, આર.એમ.કાપડીયા,મુકુંદ જોષી, કમલેશ સોલંકી, સુર્યકાંત વિસાણી, ચેતન રાવળ, અશ્વીન પટેલ, ચંદ્રેશ મહેતા, જયોતિન્દ્ર ગૌરીપ, એ.એમ. કુરેશી, યુવરાજ પરમાર, રેન્ડ વાળા, જે.પી. ત્રિવેદી, સંદિપ પંડયા, બી.બી. જેઠવા, ગોપાલ ઠાકર, જીગીશ મહેતા, ભાવેશ કણજારીયા, ધર્મેશ પંડયા, સુરેશ ભાલાળા, રાહુલ સોલંકી, સંજય મહેતા.. સુરેશ મા વેબ બીજનીપા અને સોલંકી, એ.યુ.એહલે, સંજય ચાવડા, હરનીલ ત્રિવેદી, બી.કે. ચાવડા, જે.ડી. પાઠક, હાર્દિક જોષી, હિરેન કાલાવડીયા, ઉમેશ તેરૈયા, હાર્દિક લચ્છા, હાર્દિક તેરૈયા, અશ્વિન ગોહેલ, હિંમત સોલંકી, એ.એમ. નકવી, એસ.સી. ધાનાણી, વી.આર. ચાંવ, અમીત વાળા, નિર્મળ બગડા, એમ. જે. પરમાર, જે.બી. ખુબા, ધર્મેશ જાની, રાજુ જોષી, વિનુ ડાબસરા, નૌફીક મોગલ, કે.વી. કેસરીયા, રીપલ હેલૈયા, ચેતન સોલંકી, હરેશ સોલંકી, અશોક વાળા, પિનષદમી. દોડીકોડી, પ્રતિક ગોહીલ, સચિન મહેતા, વિવેક રાજયગુરૂ, ગોકુલ ૫૨મા૨, તથા બહેનોમાં શારદાબેન ડાભી, ભારતીબેન પંડયા, મનીષાબેન સોજીત્રા, એ૨ીકાબેન વાળા, વર્ષાબેન ગોસાઇ, કિરણબેન ખોખર, શિતલબેન સતાણી વિગેરે સહિતના તમામ જાણીતા વકીલમિત્રો હાજર રહયા હતા. તથા ધારી વકીલ મંડળના પ્રમુખશ્રી વનરાજભાઇ વાળા તથા

ઉપપ્રમુખશ્રી સલીમભાઈ જામ તથા રાજુલા વકીલ મંડળના પ્રમુખશ્રી જયરાજભાઇ ખુમાણ તથા અશોક બાબરીયા તથા જાફરાબાદ વકીલ મંડળના પ્રમુખશ્રી એસ.વી. વઢવાણા તથા ઉપપ્રમુખ ડી.એન. બારૈયા તથા બગસરા વકીલ મંડળના પ્રમુખશ્રી એ.જે. જોષી તથા ખીમસુરીયાભાઇ તથા કાંટીયાભાઇ તથા પી.ડી. ગઢવી તથા બાબરા વકીલ મંડળના હોદેદારશ્રી એસ.બી. તેરૈયા તથા એસ.બી. જસાણી તથા ડી.એસ. સેદાણી તથા રીસી રૂપારેલીયા તથા લાઠી વકીલ મંડળના પ્રમુખશ્રી આર.સી. દવે તથા હોદેદારશ્રી વી.જે. ઓઝા, લીલીયા વકીલ મંડળના પ્રમુખશ્રી કિશોરભાઇ પાઠક, સાવરકુંડલાના વકીલ મંડળના પ્રમુખ અશોકભાઇ સોસા તથા સાવરકુંડલા વકીલ મંડળે તથા ખાંભાના વકીલ મંડળના પ્રમુખ બીજલબેન શાહ તથા ખાંભા વકીલ મંડળે પણ ટેલીફોનીક ઉપરોબ્ઝ ઠરાવને ટેકો આપી સહકાર આપેલ હતો તથા તમામ વકીલ મં હોદેદારો હાજર રહેલ હતા.