અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, હત્યારાએ માથામાં અને પેટમાં મારી દીધી ગોળી- જાણો શું સમગ્ર મામલો?

અમેરિકામાં સ્થાયી થયેલા સુરત ના વધુ એક ગુજરાતીની મોટેલમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા કણબી પટેલ પરિવારના 69 વર્ષના જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે જોડાયેલા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, 25મી જૂનના રોજ શનિવારે રાત્રીના સમય દરમિયાન તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે સમય દરમિયાન મોટેલના રૂમમાં રહેતા એક શખ્સ દ્વારા ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જગદીશ પટેલને બંદુકની એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી.

જાણ થતા મોટેલના સ્ટાફ જગદીશ પટેલને સારવાર અર્થે તાત્કાલિક જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 30મી જૂનના રોજ જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે, મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો હતો. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાને કારણે માથાકૂટ થઈ હતી. જેમાં હત્યારાએ જગદીશ પટેલને માથામાં  અને પેટના ભાગે ગોળી મારી દીધી હતી. મળતી માહિતી અનુસાર, જગદીશભાઈનું આખું ફેમિલી વર્ષ તેઓ 2007 થી યુએસમાં રહે છે અને તેમના પુત્ર અને પત્ની બંને શિકાગો, યુએસએમાં ડોક્ટર છે.

મળતી માહિતી અનુસાર, જગદીશ પટેલ સચિન પોપડાના રહેવાસી છે. હસમુખ સ્વભાવના જગદીશ પટેલ સારા એવા ક્રિકેટર પણ હતા. જગદીશ પટેલે એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂકયા હતા. દોઢ વર્ષ અગાઉ પણ આજ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક બદમાશ દ્વારા રૂમના ભાડાને લઈને માથાકૂટ કરી ગોળી મારી દીધી હતી. જેમાં દિલીપનો આબાદ બચાવ થયો જયારે પત્ની ઉષાબેનનું મોત નીપજ્યું હતું.