કામની વાત/ 1 ઓગસ્ટથી આપના જીવન સાથે જોડાયેલા આ નિયમો બદલાશે, ખિસ્સા પર પડશે મોટી અસ

સાત દિવસ બાદ નવો મહિનો શરૂ થશે. 1 ઓગસ્ટથી આપના જીવન સાથે જોડાયેલ અમુક નિયમો બદલાઈ જશે. જેની સીધી અસર આપના ખિસ્સા પર પડશે. 1 ઓગસ્ટ બેંક ઓફ બરોડા ચેક પેમેન્ટના નિમયો બદલશે. મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલેન્ડરના ભાવ નક્કી થાય છે. તો આવો જાણીએ ક્યાં નિયમો બદલાશે.

1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડા ચેક પેમેન્ટથી નિયમ બદલાશે. કેન્દ્રીય બેંક RBIની નવી ગાઈડલાઈન્સનું પાલન કરતા પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડાએ ચેક પેમેન્ટના નિયમો બદલ્યા છે. બેંક ઓફ બરોડાએ પોતાના કસ્ટમર્સને કહ્યુ છે કે, 1 ઓગસ્ટથી 5 લાખ અથવા તેનાથી વધારે અમાઉન્ટવાળા ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત કર્યું છે. તેના વગર ચેક પેમેન્ટ થશે નહીં.
શું છે પોઝિટિલ પે સિસ્ટમ
પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જાહેર કરનારા ચેક સાથે જોડાયેલી જાણકારી આપવાની રહેશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકીગ અથવા ATM દ્વારા આપી શકાય છે. તેમાં ચેક જાહેર કરનારાને ચેકની તારીખ, પેમેન્ટ મેળવનારનું નામ, પેમેન્ટની રકમ, ચેક નંબર જેવી વિગતો આપવાની રહેશે.
18 ઓગસ્ટના દિવસ બંધ રહેશે બેંકો
ઓગસ્ટ મહિનામાં તહેવારો અને રજાઓના કારણે 18 દિવસ બેંક બંધ રહેવાની છે. ઓગસ્ટમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, 15 ઓગસ્ટ, ગણેશ ચતુર્થી જેવા તહેવારોના કારણે ધણી રજાઓ આવે છે. 15 ઓગસ્ટ લોંગ વિકેન્ડ પણ આવશે. આરબીઆઈની વેબસાઈટ અનુસાર રજાઓની યાદી જાહેર કરી છે. આ રજાઓ દરેક રાજ્યમાં લાગૂ પડતી નથી. રાજ્યના હિસાબે તહેવાર અને દિવસ નિર્ભર કરે છે.
ગેસ સિલેન્ડરના ભાવ બદલાશે
દર મહિનાની પ્રથમ તારીખે સિલેન્ડરના ભાવ નક્કી થાય છે. 1 ઓગસ્ટે પબ્લિક સેક્ટરની ઓયલ માર્કેટિંગ કંપનીઓ સિલેન્ડરના રેટ નક્કી કરે છે. આ વખતે આશા છે કે, કંપનીઓ આ રેટ વધારી શકે છે. તેથી મોંઘવારી માં લોકો ને વધુ એક ઝાટકો લાગશે.