અમદાવાદ સાબરમતી નદી પર બનાવવામાં આવેલ ફુટ ઓવરબ્રિજના ઉદ્ધાટનની છેલ્લા કેટલાક સમયથી પ્રજા દ્વારા રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે આજે વિપક્ષ દ્વારા આ બ્રિજનું ઢોલ નગારા સાથે ઉદ્ધાટન કરવામાં આવ્યો હતો.
સાબરમતી નદી પર બનાવવામાં આવેલ કરોડો રુપિયાના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બની ગયા બાદ પણ તેનું અત્યાર સુધી ઉદ્ધાટન કરવામાં આવ્યું ન હતું. ત્યારે આજે વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ બ્રિજન ઉદ્ધાટન માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે ટાઈમ ન હોવાના કારણે આજે તેનું વિપક્ષ દ્વારા જ ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું હતું. આ અંગે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ પાસે સમય ના હોવાને કારણે છેલ્લા 3 મહિનાથી રૂ. 80 કરોડથી વધુના ખર્ચે બનેલ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવતું ન હતું. જેથી લોકલાગણીને માન આપી આજે કોંગ્રેસના કાઉન્સિલરો- કાર્યકર્તાઓની સાથે ફૂટ ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજે ઢોલ નગારા અને ફુગ્ગાઓ સાથે રિવરફ્રન્ટ પૂર્વ તરફના છેડેથી લોકો માટે આ બ્રિજ ચાલુ કરી દેવાયો છે.