બોન્ડના વ્યાજમાં ઉછાળાને કારણે બેન્કોમાં પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન નફામાં ઘટાડો નોંધાવ્યો છે. આગલા દિવસે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો ઓપરેટિંગ નફો 18,975 કરોડ રૂપિયાથી 33 % ઘટીને ₹12,753 કરોડ થયો હતો. આમાં તેના પોર્ટફોલિયોને રૂ. 6,549 કરોડનું નુકસાન થયું છે. આવી જ અસર અન્ય જાહેર ક્ષેત્રની બેંકો પર પણ પડી છે. જૂન ક્વાર્ટરમાં 28 બેન્કોની બિન-વ્યાજ આવકમાં 28%નો ઘટાડો થયો છે.
10-વર્ષના બેન્ચમાર્ક બોન્ડનો વ્યાજ દર 7.35 %
હાલમાં 10 વર્ષના બોન્ડ પર વ્યાજ 7.35% છે. એપ્રિલની સરખામણીમાં આ એક %નો વધારો છે. આવનારા સમયમાં બોન્ડનું વ્યાજ 7.5% સુધી જઈ શકે છે. ફુગાવો અને વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસને કારણે વિશ્વભરમાં નાણાકીય નીતિનું ચિત્ર સ્પષ્ટ નથી.
એરલાઇન્સના ભાડાની કરાશે સમીક્ષા
એરલાઇન્સના ભાડાની સમીક્ષા કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, જો ઇંધણના ભાવના સંદર્ભમાં સ્થિતિ વધુ સારી હશે તો સરકાર સ્થાનિક એરલાઇન્સ માટે ભાડાની મર્યાદાનું પુન: મૂલ્યાંકન કરશે.
એરલાઈન્સના કુલ ખર્ચમાંથી અડધો ભાગ તેમનું ઈંધણ છે. હાલમાં, ઇંધણના ભાવ ખૂબ ઊંચા છે, જે ભાડું મોંઘું બનાવે છે. સમગ્ર બોજ મુસાફરો પર પડે છે. તાજેતરમાં સરકારે ઈંધણ પરની ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
HDFC લોન 0.25% મોંઘી
HDFC લિ. લોન 0.25 % મોંઘી કરી છે. 7.70 %નો નવો દર મંગળવારથી લાગુ થઈ ગયો છે. તેણે આ મહિનામાં બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. અગાઉ 1 ઓગસ્ટના રોજ તેણે લોનના વ્યાજમાં 0.25 %નો વધારો કર્યો હતો. 3 મહિનામાં તેણે 6 વખત લોન 1.40 % મોંઘી કરી છે. આરબીઆઈએ પણ આ મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં સમાન વધારો કર્યો હતો.
ટાટા કેમિકલનો નફો 86 % વધ્યો
ટાટા કેમિકલ્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 637 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે એક વર્ષ અગાઉ રૂ. 342 કરોડની સરખામણીએ 86 %નો વધારો દર્શાવે છે. કંપનીએ મંગળવારે જણાવ્યું કે, તેની આવક 34 % વધીને રૂ. 3,995 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે 2,978 કરોડ હતો.