સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચને ઝડપી પાડતી બારડોલી પોલીસ

બારડોલી: બારડોલી ટાઉન પોલીસે શહેરના માંગી ફળીયામાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ અને અન્ય સામાન મળી 91 હજાર 370 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર બારડોલી ટાઉન પોલીસની ટીમ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના માંગી ફળીયામાં નરેન્દ્ર લોટનના ઘરની બહાર જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો ગંજીપાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે છાપો મારતા સ્થળ પરથી અજય અમરત ભટ્ટી (રહે ચાણક્યપુરી, શિવમ કોમ્પ્લેક્સ, તેન), નરેન્દ્ર લોટન પાટીલ ( રહે માંગી ફળીયા, બારડોલી), સંજય મધુકર પાટીલ (રહે સપ્તશૃંગી સોસાયટી, બારડોલી), ધવલ પ્રેમરાજ પવાર ( રહે માંગી ફળીયા, બારડોલી), કિરણ ઉર્ફે લાલુ ઉત્તમ પાટીલ (રહે ગોવિંદ નગર, બારડોલી)ને ઝડપી પાડયા હતા. પોલીસે અંગઝડતીના રોકડા રૂ. 67 હજાર 370, દાવ પરના રોકડા રૂ. 9 હજાર, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ. 15 હજાર મળી કુલ 91 હજાર 370 રૂપિયાનો સામાન કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.