ભરૂચ એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહીત પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા

એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહીત પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

બોટાદ લઠ્ઠાકાંડમાં 50 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે જેને પગલે દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે શક્તિનાથ સર્કલ શાક માર્કેટ પાસેથી એકટીવા નંબર-GJ-CL-0961 ઉપર બે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો લઇ પસાર થવાના છે.

જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી એકટીવા આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 6 હજારથી વધુનો દારૂ અને એકટિવા મળી કુલ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા ડેરા ચંદન ચોક ખાતે રહેતો બુટલેગર પરેશ રમેશ કાયસ્થ અને હાર્દિક ઉર્ફે જોન રમેશ ટેલરને ઝડપી પાડ્યો હતો.

જયારે આવી જ રીતે પુષ્પા બાગ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો તે દરમિયાન એકટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને એકટિવા ઉપર તપાસ કરતા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે એકટીવા સવારોને વિદેશી દારૂ અંગે પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર પ્રતિક ઉર્ફે રાધે બિપીનચંદ્ર કાયસ્થ પાસેથી લઇ છુટક વેચાણ કરતા જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ઝડપાયેલ દીપક મુકેશ વસાવા અને સાજન ઉર્ફે રાજુ કાયસ્થને સાથે રાખી કુખ્યાત બુટલેગરના ઘરે તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની 34 નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એકટીવા તેમજ ફોન મળી કુલ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત ત્રણેય બુટલેગરોને પડી વધુ તપાસ હાથ ધરી છે.