ભાવનગર જિલ્લા પંચાયત ભવન ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ભાવનગર જિલ્લાના બહુમાળી ભવનો નયનરમ્ય રોશનીથી સજાવવામાં આવ્યાં છે.

ભાવનગર જિલ્લા પંચાયત ભવન ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ભાવનગર જિલ્લાના બહુમાળી ભવનો નયનરમ્ય રોશનીથી સજાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લા પંચાયતનું ભવન તિરંગામાં રહેલાં કેસરી, લીલો અને સફેદ રંગની રોશનીથી દૈદિપ્યમાન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે રંગબેરંગની રોશનીથી ઝળહળા બનેલાં ભવનને જોવાં માટે મોતીબાગ વિસ્તારમાંથી પસાર થતાં લોકો બે મિનિટ માટે આ નયનરમ્ય નજારાને જોવાં રોકાઈ જાય તેવી અદ્ભુત રોશની જિલ્લા પંચાયતના ભવન પર કરવામાં આવી છે. આ સાથે જિલ્લા પંચાયતના ભવનના પ્રવેશદ્વાર તથા સમગ્ર ભવનમાં અનેક જગ્યાએ માં ભારતીનું મસ્તક ઊંચું રાખતો તિરંગો લહેરાઈ રહ્યો છે.. . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .  .. . . .