BoAt ની નવી સ્માર્ટવોચ 700થી વધુ ફિટનેસ મોડ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, બજેટ પ્રાઇઝમાં મળી રહી છે ઓફર

boAt Storm Pro સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ boAt Stormનું અપગ્રેડેડ વર્ઝન છે. આ લેટેસ્ટ સ્માર્ટવોચ 1.78-ઇંચની AMOLED સ્ક્રીન સાથે આવે છે. આ વોચને મેટલ કેસ સાથે લોન્ચ કરવામાં આવી છે.

boAt Storm Pro સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તે હાલમાં શરૂઆતની ઓફરમાં ઓછી કિંમતે સેલ ચાલી રહ્યો છે.. ત્યારે ચાલો જાણીએ સ્માર્ટ વોચના સ્પેશિફિકેશન અને ફિચર્સ

આ સ્માર્ટવોચમાં 700થી વધુ ફિટનેસ મોડ આપવામાં આવ્યા છે. તેનો રિફ્રેશ રેટ 60Hz છે. તે સ્મૂધ અને રિસ્પોન્સિવ ટચ રેટ સાથે આવે છે. તેમાં ઓલવેજ- ઓન ડિસ્પ્લે મોડ પણ છે. જે યુઝર્સને ટાઇમ અને અન્ય ડેટા જોવા માટે ખુબ જ યુઝ ફૂલ સાબિત થઈ શકે છે.

boAt Storm Pro કિંમત અને સેલ

boAt Storm Pro સ્માર્ટવોચ 2,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તે એક્ટિવ બ્લેક, કૂલ ગ્રે અને ડીપ બ્લુ કલર ઓપ્શનમાં આવે છે. તેનો સેલ ઈ- કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી થઈ રહ્યું છે.

boAt સ્ટોર્મ પ્રો સ્પેશિફિકેશન અને ફિચર્સ

boAt Storm Proમાં 60Hz રિફ્રેશ રેટ સાથે 1.78-ઇંચની AMOLED સ્ક્રીન છે. તે 325 પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. તેની બેટરી વિશે કંપનીનો દાવો છે કે તે એક વખત ચાર્જ કરવા પર 10 દિવસ સુધી ચાલે છે.

જ્યારે ઓલવેજ ઓન ડિસ્પ્લે સાથે તેની બેટરી માત્ર 2 દિવસ સુધી ચાલે છે. તે boAt ASAP ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે જેના વિશે કંપનીએ કહ્યું છે કે વોચ માત્ર 30 મિનિટમાં ચાર્જ થઈ શકે છે.

તેમાં બિલ્ટ-ઇન 24-કલાક હાર્ટ રેટ સેન્સર, SpO2 મોનિટર, સ્લીપ ટ્રેકર અને સ્ટેપ કાઉન્ટર ફીચર્સ છે. તે સ્વેટ, ડસ્ટ અને વોટર રસિસ્ટન્સ માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. નોટિફિકેશન ઉપરાંત તેમાં લાઇવ ક્રિકેટ સ્કોર્સના અપડેટ્સ પણ મળે છે.