ડોલીના બદલે ઉઠી અર્થી: હાર્ટ એટેકથી દુલ્હનનું થયું મોત, જાન પાછી ના જાય તે માટે પરિવારે કર્યું કંઈક આવું

ભાવનગરમાં જે ઘરે આજે એક સાથે બે બે દીકરીના અને એક દીકરાના એક સાથે લગ્ન હતા. આ દરમિયાન ઘરમાં ખુશીથી લગ્નના ગીતો સંગીતના સૂરો સાથે ગવાઇ રહ્યાં હતા. ત્યારે એક દુલ્હનનું હાર્ટ એટેકથી એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારે જાન પાછી ન જાય તે માટે મૃતકની નાની બહેનના એકાએક લગ્ન કરવાનાનો પરિવારે નિર્ણય લીધો. જાણકારી મુજબ ભાવનગર ખાતે સુભાષનગર વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક દીકરી હેતલના લગ્ન થવાના હતા.

પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હને અચાનક ચક્કર આવ્યા અને તે ફેરા પહેલા જ ધળી પડી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખડેવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જોહેર કરી હતી. અને તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. લગ્ન પ્રસંગ દરમિયાન જીણાભાઈની દીકરી હેતલને અચાનક ચક્કર આવ્યા અને તે ફેરા પહેલા જ ધળી પડી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ હેતલના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

લગ્નના દિવસે જ હેતલનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યાં મરશીયા ગાવા પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરમાં અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારે સ્વસ્થતા જાળવીને માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. આ કરૂણ ઘટનાથી ઘરે માતમનો માહોલ તો બીજી તરફ આવતી કાલે આ જ પરિવારના પુત્રની જાન જવાની છે. આ ઘટનામાં નારીથી આવેલી જાનના વરરાજાની જે સાળી થવાની હતી તેને પરણેતર થવાના યોગ સર્જાયો હતો.