બિઝનેસ/ આ સુપરહિટ બિઝનેસમાં ખર્ચા કરતા ખૂબ વધારે મળશે નફો, ફટાફટ બની જશો કરોડપતિ

આજકાલ ખેતી એ ખેડૂતોની ફક્ત આજીવિકા જ નથી રહી પણ ઘણા બધા ભણેલા ગણેલા લોકો તેમાંથી બંપર કમાણી પણ કરી રહ્યા છે. હવે આજકાલ ભારતમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક અને મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી રહ્યા છે. તેમાં ખેડૂતોને પોતાની આવક વધારવામાં ખાસ્સી મદદ મળે છે. જો આપ પણ કોઈ મોટી બંપર કમાણીવાળી ખેતી કરવા માગો છો, તો આજે અમે અહીં આપને એક આવા જ પાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખર્ચો ઓછો અને નફો વધારે કમાઈ શકશો.

આજે અમે અહીં આપને અશ્વગંધાની ખેતી વિશે બતાવા જઈ રહ્યા છીએ, અશ્વગંધાની ખેતીથી ખેડૂતો ટૂંકાગાળામાં પણ સારો એવો નફો કમાઈ શકે છે. ભારતમાં અશ્વગંધાની ખેતી રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, કેરલ, આંધ્ર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે. તેની ખેતી ખારા પાણીમાં પણ થઈ શકે છે.
કેવી રીતે કરશો ખેતી

તેની ખેતી સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં સારી થાય છે. સારી ખેતી માટે જમીનમાં ભેજવાળી હોવી જોઈએ. રવિ સિઝનમાં જો વરસાદ થાય છે તો પાક સારો થાય છે. વાવણીના સમયે જ ખેતરમાં ખાતર નાખી દો. વાવણી માટે 12-12 કિલો બિયારણ પ્રતિ હેક્ટર પર્યાપ્ત રહેશે. 7-8 દિવસમાં બિયારણ અંકુરિત થઈ જશે. તેની ખેતી લાલ માટીમાં સારી મનાઈ છે. જે માટીનું પીએચ 7.5થી 8ની વચ્ચે હોય છે, તેને સારુ માનવામાં આવે છે. છોડના સારા વિકાસ માટે 20-35 ડિગ્રી તાપમાન અને 500થી 750 એમએમ વર્ષા જરૂરી છે. અશ્વગંધાના છોડની કાપણી જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી થાય છે.

ઘઉં અને અનાજની ખેતી કરતા વધારે કમાણી

તમામ જડીબૂટીમાં સૌથી વધારે પ્રખ્યાત અશ્વગંધા છે. તણાવ અને ચિંતાને દૂર કરવા માટે અશ્વગંધા સૌથી વધારે ફાયદાકારક છે. અશ્વગંધા કેટલાય પ્રકારના ઉપયોગ હોવાના કારણે તેની માગ સતત રહે છે. અશ્વગંધાના છોડ અને છાલ અને બિયારણના કેટલાય ઉપયોગ છે. તેની ખેતી અનાજ અને ધાન્ય પાક કરતા 50 ટકા વધારે નફો મળે છએ. આ જ કારણ છે કે, બિહાર ને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેની મોટા પાયે ખેતી થાય છે. અશ્વગંધાના મૂળમાંથી ઘોડાની માફક ગંધ આવે છે. તેથી તેને અશ્વગંધા કહેવાય છે.