વર્ષ 2021ની ભારતની સૌથી અમીર મહિલાઓ, તેમની સંપત્તિ છે અબજોમાં…

 

જો આપણે ભારતની વાત કરીએ તો ભારતીય મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભાને ગૌરવ અપાવી રહી છે.

  1. સાવિત્રી જિંદાલ

તે સ્ટીલ કંપની ‘જિંદાલ ગ્રુપ’ની ચેરપર્સન છે અને ભારતની સૌથી ધનિક મહિલા પણ છે.  તાજેતરમાં, ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે, ત્યારે સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલાઓમાં અગ્રણી બિઝનેસ વુમન છે.

 

 

  1. વિનોદ રાય ગુપ્તા

ભારતની બીજી  ધનિક મહિલા વિનોદ રાય ગુપ્તા છે. આ કંપનીનો બિઝનેસ 40 દેશોમાં છે.  ફોર્બ્સની યાદીમાં બીજી સૌથી અમીર ભારતીય મહિલાનું નામ વિનોદ રાય ગુપ્તા છે, જે હેવેલ્સની છે. તેમની કુલ સંપત્તિ $7.6 બિલિયન એટલે કે લગભગ 5.68 લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવી છે. આ સાથે જ તે ફોર્બ્સની યાદીમાં 24મા ક્રમે છે.

 

  1. ફાલ્ગુની નાયર

તે ભારતની ત્રીજી સૌથી અમીર મહિલા છે.  તેમની નેટવર્થ $6.5 બિલિયનથી વધુ છે. ફાલ્ગુની નાયરે તેની કારકિર્દી એએફ ફર્ગ્યુસન એન્ડ કંપની સાથે શરૂ કરી. ત્યારબાદ તે લગભગ 18 વર્ષ સુધી કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલી હતી. તે સમયે ફાલ્ગુની કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા.

 

  1. રોશની નાદર મલ્હોત્રા

તે ભારતની ચોથી સૌથી અમીર મહિલા છે.  તેમની કુલ સંપત્તિ $4.9 બિલિયન છે. રોશની નાદારે શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે અને તેને બે પુત્રો છે. દિલ્હીની વસંત વેલી સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ પછી, રોશનીએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન્સમાં સ્નાતક અને પછી કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી. એચસીએલમાં જોડાતા પહેલા રોશની નાદરે બીજી ઘણી કંપનીઓમાં પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. HCLમાં જોડાયાના એક વર્ષની અંદર, તેણીને HCL કોર્પોરેશનના CEO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદની જવાબદારી સોંપવામાં આવી.

 

  1. દિવ્યા ગોકુલનાથ

તે બાયજુની કો-ફાઉન્ડર છે.  તેમની કુલ સંપત્તિ $4.05 બિલિયન છે.

 

  1. લીના તિવારી

તેમની કુલ સંપત્તિ $4.4 બિલિયન છે.

 

  1. કિરણ મઝુમદાર શૉ

તે બાયોકોન કંપનીના સ્થાપક અને ચેરમેન છે. તેમની કુલ સંપત્તિ $3.9 બિલિયન છે.

 

  1. મલ્લિકા શ્રીનિવાસન

તેમની કુલ સંપત્તિ $2.89 બિલિયન છે. જેઓ ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ (TAFE) ના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ $2.89 બિલિયન (લગભગ 2.16 લાખ કરોડ) નોંધવામાં આવી છે.

 

  1. નીલિમા મોતાપાર્ટી

તે ફાર્મા કંપની Divi’s Laboratories ના ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ 2.4 અબજ ડોલર છે.

 

  1. રાધા વેમ્બુ

તેઓ ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે. તે સોફ્ટવેર પ્રોડક્ટ્સ બનાવતી કંપની ‘ઝોહો’ની ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ 1.8 અબજ છે.