માતા પિતા માટે સાવચેતી : સુરતમાં બાળકોના હાથ, પગ, જીભ પર ચાંદાંની બીમારી

સુરત શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોના હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે.અને આ સાથે તાવની પણ ફરિયાદ સામે આવી રહી છે. સાથે નાના બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ડોક્ટરો એ આ બીમારીને હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ નામ આપ્યું છે. જ્યાં મહ્તાવનું છે કે શહેરમાં રોજના અંદાજે  500થી 600 કેસ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. એવા ડોકટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ રોગ કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસથી થાય છે. જ્યાં અગાઉ 2017માં  પણ ઘણા બાળકો આ ભયંકર રોગની ચપેટમાં આવ્યા હતા. જ્યાં હવે 5 વર્ષ બાદ એટલે કે ૨૦૨૨ માં ફરી માથું ઉચક્યું છે. અને બાળકોની જો વાત કરવામાં આવે તો તરત આ  ચેપ બાળકોમાં લાગે છે તેવું સામે આવી રહ્યું છે.

 

જ્યાં મહત્વની વાત એ છે કે બાળકો જ્યાં વધુ પ્રમાણમાં હોય તેવી જગ્યા જેમ કે નર્સરી – ડાન્સ ક્લાસ અને પ્લેગ્રાઉન્ડમાં બાળકોને સાવચેત કરવા એ પણ જરૂરી બન્યું છે. જ્યાં બાળકોના મોં અને ગળામાં ફોલ્લા દેખાય છે. અને ઘણા તેને માતાજી કહે છે. પરંતુ તબીબોએ સ્પષ્ટ કહ્યું છે કે તેને આ રોગ ચેપી છે, જેથી સારવાર પણ જરૂરી છે.