સસ્તામાં ભરો ઉડાન: Indigo લઈને આવી શાનદાર ઓફર, ચેક કરી લો રૂટ્સ અને ફેર

દેશની ખાનગી એરલાઇન ઇન્ડિગોએ ફ્લાઇટ ઓપરેશનના 16 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં ઈન્ડિગો સસ્તામાં ઉડાન ભરવાની ઓફર લઈને આવી છે. ઈન્ડિગો ફ્લાઈંગના 16 વર્ષ પૂરા થવા પર તમામ ડોમેસ્ટિક રૂટ પર “સ્વીટ 16” ઓફર લઈને આવી છે જેમાં ફ્લાઈટ ટિકિટ 1616 રૂપિયામાં ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર 3જી ઓગસ્ટથી શરૂ થઈ છે અને 5મી ઓગસ્ટ સુધી પૂરી થશે. આ ઓફર હેઠળ, એર ટિકિટ બુક કરાવનારા મુસાફરો 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 સુધી મુસાફરી કરી શકશે.

ઈન્ડિગોએ તેની વેબસાઈટ દ્વારા માહિતી આપી છે કે આ ઓફર ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઈન્ડિગો) દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક રૂટ પર સસ્તામાં ભાડું 1616 રૂપિયાથી શરૂ થાય છે. એર ટિકિટનું બુકિંગ 03 ઓગસ્ટ, 2022થી 05 ઓગસ્ટ, 2022 વચ્ચે કરી શકાય છે અને 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 વચ્ચે મુસાફરી કરી શકશે. ઈન્ડિગોએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ઈન્ડિગોની સ્વીટ 16 સેલ ઓફરનું બુકિંગ ફ્લાઈટના પ્રસ્થાનના 15 દિવસ પહેલા કરી શકાય છે.

IndiGo એ જાહેર કર્યું નથી કે Sweet 16 ઓફર હેઠળ કેટલી સીટો ઓફર કરવામાં આવી રહી છે. જો કે એરલાઈન્સે કહ્યું કે મર્યાદિત ઈન્વેન્ટરી છે, તેથી ડિસ્કાઉન્ટ સીટોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે, જે ઈન્ડિગોનો પોતાનો નિર્ણય હશે. ઈન્ડિગોએ કહ્યું કે આ ઓફરને કોઈપણ ઓફર સ્કીમ, પ્રમોશન સાથે જોડી શકાય નહીં. અને આ ઓફર ટ્રાન્સફર, એક્સચેન્જ કે ઇનકેશ કરી શકાતી નથી.

કંપનીએ ટ્વીટ કરી આપી જાણકારી

ઈંડિગોએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. એરલાઈન કંપનીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે અમારી #Sweet16 આવી ગઈ છે અને અમારી પાસે તમારા માટે એક સ્વીટ ડીલ છે. ફક્ત 1616 રૂપિયાની શરૂઆતની કિંમત પર એર ટિકિટ બુક કરો. રાહ ન જુઓ… 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 સુધી બુકિંગ કરી શકો છો.

આ ઓફર હેઠળ સીટોની સંખ્યાનો ખુલાસો કર્યા વગર એરલાઈને જણાવ્યું કે ઓફર હેઠળ સીમિત ઇન્વેન્ટ્રી ઉપલબ્ધ છે અને તેના માટે ગ્રાહકની ઉપલબ્ધતા અને ઈન્ડિગોના વિવેકબુદ્ધિ પર છૂટ આપવામાં આવશે.