રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકમેળાનું લોકાર્પણ કર્યું

રાજકોટના લોકો છેલ્લા બે વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે લોકમેળાનો પ્રારંભ થઇ ગયો છે આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટનો લોકમેળો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યો હતો જો કે આ વર્ષે તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું ત્યારથી જ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત લોકમેળા યોજાઈ રહ્યો છે.

રાજકોટમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ પાડવાની શક્યતા પણ હતી જો કે આ વરસાદી માહોલ વચ્ચે પણ રાજકોટમાં લોકમેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજકોટના લોકમેળાનું આઝાદીના અમૃત મહોત્સવ નામકરણ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરના લોકો આજે પ્રથમ દિવસે જ લોકમેળો માણવા ઉમટી પડ્યા છે.

રાજકોટના લોકમેળામાં અવનવી રાઈડ, યાંત્રિક રાઈડ, ફજરફાડકા, બાળકોની રાઈડ, રમકડાંના સ્ટોલ, મોતના કુવાની રમત, ખાણી-પીણીના સ્ટોલ તેમજ સંકૃતિક કાર્યક્રમ થશે. રાજકોટના લોકમેળાની જે આવક થશે તેનાથી 51 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે તેમ કલેક્ટર દ્વારા જાણવામાં આવ્યું હતું. રાજકોટના લોકમેળામાં આવનાર વ્યક્તિ બંને વેક્સીનના ડોઝ લઈને આવે તેમજ કોરોનાની તકેદારી રૂપે ધ્યાન રાખે તેમ રાજકોટ કલેકટરે કહ્યું હતું.