બાળકોની નાની-નાની આદતો દરેક પેરેન્ટ્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. ઘણી વાર પેરેન્ટ્સ સામાન્ય રીતે અનેક વાતોને લઇને ખૂબ જ હેરાન-પરેશાન રહેતા હોય છે. જો કે અનેક કારણોની વચ્ચે બાળકો પર સૌથી મોટી અસર ભણવા પર પડે છે. આની સૌથી મોટી અસર બાળકોની એક્ઝામ પર પડે છે. આ બધાની વચ્ચે બાળકો એક્ઝામમાં ભૂલી જાય છે જેના કારણે પછી માર્ક્સ ઓછા આવે છે અને પેરેન્ટ્સ ગુસ્સે થઇ જતા હોય છે. આમ, જો તમારા બાળકો પણ એક્ઝામમાં ભૂલી જાય છે તો આ ટિપ્સ તમારા માટે જોરદાર કામની છે.
- બાળક જ્યારે ભણે અથવા તો તમે જ્યારે એને ભણાવવા બેસો ત્યારે ખાસ કરીને એને ગોખાવાની આદત પાડશો નહિં. તમે એને પોતાની રીતે યાદ રાખવા દો. આ સાથે જ પ્રશ્નના જવાબને સમજવાની કોશિશ કરાવો. જો તમે આ ટેકનિકથી ભણાવશો તો બાળક જલદી ભૂલશે નહિં અને એક્ઝામમાં પણ લખી શકશે.
- એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે બાળકોને હંમેશા પ્રેકટિક્લ વસ્તુઓથી યાદ રાખવાનું શીખવાડો. જો તમે એની પર ગુસ્સે થઇને કે પછી મારપીટ કરીને ભણાવો છો તો આગળ જતા આ વાત તમને ભારે પડી શકે છે અને બાળક એક્ઝામમાં ભૂલી પણ જાય છે.
- જો તમે તમારા બાળકોને સ્ટોરી અથવા તો કોઇ ગીત ગાઇને ભણાવો છો તો એ એને જલદી યાદ રહે છે. જો તમે બાળકને કોઇ પણ કાવ્ય અથવા તો સ્ટોરી ગોખાવાનો પ્રયત્ન કરશો તો એ સો ટકા એક્ઝામમાં ભૂલી જશે. આ માટે હંમેશા બાળકને હસતા-હસતા સ્ટોરીની રીતે અથવા તો ગીત ગાઇને ભણાવો.
- હંમેશા તમે તમારા બાળકોને લખીને પ્રશ્નોના જવાબ કરાવો. જો તમે જવાબ લખીને તૈયાર કરાવશો તો એ જલદી ભૂલશે નહિં અને એક્ઝામમાં પણ સડસડાટ લખી શકશે. ઘણાં બાળકો માત્ર વાંચીને જ જવાબો તૈયાર કરતા હોય છે. પરંતુ આમ કરવાથી તમે એ ભૂલી જાવો છો અને પછી માર્ક્સ ઓછા આવે છે.