Merry Christmas 2022: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્રિસમસ ની ઉજવણી કરતા જોવા મળ્યા પરિવાર સાથે. જુઓ આલિયા અને રણબીરની ઉજવણી કરતા તસવીરો. ક્રિસમસ 2022નો તહેવાર તેના પૂર જોશમાં છે, ત્યારે બોલિવૂડના સુપરસ્ટાર્સ પણ પોતાની રીતે ક્રિસમસની ઉજવણી કરતા દેખાય આવ્યા છે.
આ સમયે બોલિવૂડની ફેમસ જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના પરિવાર સાથે આ ક્રિસમસની દિવસ ઉજવણી કરી રહ્યા છે. આ ક્રિસમસ સેલિબ્રેશન કરતા આલિયા અને રણબીરની અત્યારની તસવીરો સોશિયલ મીડિયા પર રજુ થય છે. આલિયા ભટ્ટે હમણાં જ તેના સોશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરીમાં એક ફોટો અપલોડ કર્યો છે. આલિયાના આ ફોટામાં તેની બહેન પણ જોવા મળી છે. આ ઈન્સ્ટાસ્ટોરી દ્વારા આલિયા ભટ્ટ તેના ફેન્સને ક્રિસમસની શુભેચ્છાઓ આપતા આલિયાએ ફોટો પર લખ્યું છે કે- “મેરી મેરી વિથ ચેરી”.
આલિયા ઉપરાંત, તેની સાસુ અને બોલિવૂડ અભિનેત્રી નીતુ સિંહ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ક્રિસમસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી. નીતુ સિંહની આ તસવીરોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ડિરેક્ટર અયાન મુખર્જી, આલિયા ભટ્ટની બહેનો પૂજા ભટ્ટ, શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન તેની સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે નીતુ સિંહે પણ બધાને ક્રિસમસ 2022ની શુભેચ્છાઓ આપી. ઘણા સેલેબ્સની જેમ આલિયા-રણબીર પણ તેમની દીકરીનો ફોટો જાહેર કરવા માગતા નથી, કારણ કે તે હજી ઘણી નાની છે. જોકે સૂત્રોનું માનવામાં આવે તો પછીથી તે કરીનાની જેમ રાહાનો ફોટો શેર કરશે. પ્રેગ્નન્સી પિરિયડ પછી આલિયા ફરી એકવાર પોતાની ફિટનેસમાં પાછી આવી છે. થોડા દિવસ પહેલાં આલિયાને જિમની બહાર સ્પોટ કરવામાં આવી હતી.
આલિયા ભટ્ટ અને નીતુ સિંહ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ક્રિસમસ દિવસ ની ઉજવણીની પોસ્ટને તેમના ફેન્સ તરફથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. દર વર્ષે રણધીર કપૂરના ઘરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આખો કપૂર પરિવાર લંચમાં સામેલ થાય છે. સૂત્રોનું માનવામાં આવે તો રણબીર અને આલિયા તેમની પુત્રી સાથે આ ખાસ લંચ માટે આવશે. જોકે આ દરમિયાન તે પોતાની દીકરીને કેમેરાથી દૂર રાખશે. કપૂર પરિવાર સાથે રાહાની પ્રથમ ઝલક ક્રિસમસના અવસર પર જોવા મળશે. આ સિવાય રાહાની તેનાં ભાઈ-બહેન સાથેની તસવીરો પણ સામે આવી શકે છે.