આપ બાદ કોંગ્રેસ કરશે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર, હાઈકમાન્ડને લિસ્ટ મોકલાયું

આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ તેની પ્રથમ યાદી બહાર પાડશે તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. કોંગ્રેસની આજે મળેલી બેઠકમાં ઉમેદવારોના લિસ્ટને લઈને ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર કરાી શકે છે. જેમાં 58 ઉમેદવારોના નામો સીલબંધ કવરમાં હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદી પહેલા બહાર પાડી છે ત્યારે કોંગ્રેસની પણ ગણતરી વહેલા યાદી બહાર પાડવાની છે. નવેમ્બર મહિનામાં ચૂંટણીઓ ગુજરાત વિધાનસભાની યોજાય તેવી શક્યતાઓ છે ત્ચારે આજથી કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય નેતાઓના ધામા અહીં જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસમાં એક બાજુ એક સાંઘે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. કેમ કે, કેટલાક ઉમેદવારો એક પછી એક પક્ષનો સાથ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અલગ રણનિતીના મૂડમાં છે કેમ કે, કોંગ્રેસ દ્વારા આ યાદી બહાર પડાશે તેમાં શહેરી વિસ્તારના ઉમેદવારો પહેલા જાહેર થાય તેવી શક્યતાઓ છે. કેમ કે, કોંગ્રેસ શહેરી વિસ્તારમાં ગુજરાતની અંદર વોટ બટોરવામાં કમાલ નથી કરી શકી. ત્યારે આ ઉમેદવારોને જોરશોરથી ચૂંટણીના પ્રચારમાં ઉતારવામાં આવશે. જે પાછળનું આ પણ એક કારણ હોઈ શકે છે. જેથી પ્રથમ યાદી કોંગ્રેસના ઈતિહાસમાં ગુજરાતમાં પહેલીવાર જાહેર થશે તેવી શક્યતાઓ છે.

આજથી કોંગ્રેસમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ હતી. આજે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતાઓએ ગુજરાતમાં જેમને ચૂંટણી લક્ષી જવાબદારી સોંપી છે તેવા પૂર્વ મંત્રી અને દિગ્ગજ નેતાની ઉપસ્થિતિ રહી હતી.આ મેરેથોન બેઠકો કોંગ્રેસ ચાલશે. જેમાં અન્ય ઉમેદવારોની પસંદગી પર ફોકસ કરાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષાંક રાખ્યો છે ત્યારે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર ટીએસ સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા મિલીંદ દેવરાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.