આજથી મુંબઈ એરપોર્ટ પર કરાશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ, કોરોના ડર વચ્ચે લેવાયો નિર્ણય

દેશભરમાં ફરી કોરોનાને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ રહયા છે. ચીનમાં વધતા જતા કોરોનાના કારણે હવે ભારત સરકાર પણ સતર્ક બની છે, ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આવી પરિસ્થિતિ માં ભારત સરાકેર કોરોનાના નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. ત્યારબાદ હવે મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓના કોરોના ટેસ્ટ પણ ફરી શરુ કરવામા આવશે.

મળેલ જાણકારી મુજબ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોને લઈને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડએ ગયેલા દિવસે કહ્યું કે, શનિવારથી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા બે ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે તેના અનુવાદનમાં જણાવ્યું હતું કે આવા મુસાફરોને તેમની સંબંધિત એરલાઈન્સ દ્વારા ઓળખવામાં આવશે અને એરલાઈન સ્ટાફ દ્વારા તેમના આરટી-પીસીઆર પરીક્ષણો માટે ટર્મિનલના સમર્પિત વિસ્તારમાં નિર્દેશિત કરવામાં આવશે.

મુસાફરોએ નમૂનાઓ સબમિટ કરવા અને તેમની આગળની યાત્રા ચાલુ રાખવાની જરૂર છે. લેબ ટેસ્ટના પરિણામોની ડિજિટલ કોપી સીધી મુસાફરોને મોકલવાની જાહેરાત કરવામાં આવી. તેમજ મુસાફરો માટે પરીક્ષણ સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશોમાં વધતા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ભારત તેના એરપોર્ટ પર કોરોના માટે આવતા બે ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું પરીક્ષણ શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવીનતમ માર્ગદર્શિકાના પ્રમાણે કોરોના વા.રસને ઓળખવા અને તેને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના ઓમિક્રોનના સબવેરિયન્ટ BF.7 અંગે સ્ટૂડન્ટસે જાગૃત કરવા માટે આ વેરિયન્ટ અંગે જાણકારી અપાઇ હતી. ઉપરાંત કોરોના વાયરસ ને લઈ ને લેવાયા સાવચેતીના પગલાં રૂપે માસ્ક પહેવાનો અને સામાજિક અંતર જાળવવાનો નિર્ણય લેવાયો છે.