ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, એક દર્દીનું મોત, જાણો કયા શહેરમાં કેટલા કેસો નોંધાયા

કોરોના કેસોમાં રાજ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સહીતના શહેરોમાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં નવા 606 જેટલા કોરોના કેસો નોંધાયા છે. કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત રાજ્યમાં જેટલા કોરોના કેસો નોંધાયા છે તેની સરખામણીએ કોરોનાથી 729 દર્દી સાજા થયા છે. દરરોની જેમ આજે પણ ગુજરાતમાંથી સૌથી વધુ કોરોના કેસો અમદાવાદમાં નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં 176 કેસો નોંધાયા છે જ્યારે મનપા વિસ્તારમાં જાનગરમાં સૌથી ઓછા કેસો નોંધાયા છે. મહીસાગર, પોરબંદર 4-4 કેસો નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા-ખેડામાં 3-3 કેસો નોંધાયા છે. રાજકોટમાં 19, કચ્છમાં 16, વલસાડ 12 ભાવનગર 11 કેસો નોંધાયા છે. જામનગરમાં 8, મોરબી 13, વલસાડ 12, તાપીમાં 7 જેટલા કેસો નોંધાયા છે.

ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેર બાદ આ પ્રકારે કેસો જૂન મહિનાથી સામે આવી રહ્યા છે. બીજી તરફ આ વખતે કોરોનાના જે કેસો સામે આવી રહ્યા તેમાં કો-મોર્બિટ પેશન્ટસને વધુ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહની અંદર કો-મોર્બિટ પેશન્ટ્સના મૃત્યુના કેસો પણ જૂજ સામે આવ્યા છે.

અમદાવાદ સહીતના આ શહેરમાં વઘુ કેસો નોંધાયા કેસો
અમદાવાદમાં 176
વડોદરામાં 73,
સૂરતમાં 77,
મહેસાણા 75
સુરત શહેરમાં 38
રાજકોટ 25