જુનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં 5327 કેસનો નિકાલ

જુનાગઢ જિલ્લાની કોર્ટમાં આજે લોક અદાલત યોજાઇ હતી જેમાં એક જ દિવસમાં 5327 કેસનો નિકાલ થયો હતો આ ઉપરાંત ફેમિલી કોર્ટ દ્વારા લગન સંબંધી કેસ નું પણ સમાધાન થયું હતું નેશનલ લીગલ સર્વિસ દિલ્હી અને રાજ્યકાનૂની સેવા સત્તામંડળની સૂચનાથી આજે જુનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ રોહેન ચુડાવાળા ના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઇ હતી સ્પેશિયલ સેટિંગ અને લોક અદાલતમાં મોટર અકસ્માત બેન્ક લોન ચેક રિટર્ન પીજીવીસીએલ સહિતના કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં 5327 કેસનો નિકાલ થયો હતો આ ઉપરાંત ફેમિલી કોર્ટ દ્વારા લગ્ન સંબંધી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આમ જુનાગઢ જિલ્લામાં દરેક કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું સેકડો કેસોનો નીચેની એટલે કે તાલુકાની કોર્ટમાં પણ નિકાલ થયો હતો જુનાગઢ શહેરની અને જિલ્લાની તમામ કોર્ટમાં છે સેકડો કેસોનો નિકાલ કરવામાં આવતા ન્યાયિક કામગીરી અને થોડાક અંશે રાહત મળી છે હજુ પણ લોક અદાલત દ્વારા મોટાભાગના કેસોનું નિરાકરણ આવે તે માટે સતત પ્રયત્ન હાથ ધરવામાં આવશે