આ દિવસે નવા કપડા ન ખરીદો અને ન પહેરો, તે અશુભ અને અમંગળ રહેશે….

નવા વસ્ત્રો પહેરવા માટે કેટલાક શુભ અને અશુભ દિવસોનું મૂલ્યાંકન જ્યોતિષમાં કરવામાં આવ્યું છે.

શોપિંગ એ કેટલાક લોકો માટે મનોરંજન છે. રોજ નવા કપડા ખરીદવા અને પહેરવાનું કોને પસંદ નથી. પરંતુ જો જ્યોતિષની વાત કરીએ તો ખાસ કામ માટે ખાસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. એ જ રીતે નવા વસ્ત્રો ખરીદવા અને નવા વસ્ત્રો પહેરવા માટે કેટલાક શુભ અને કેટલાક અશુભ દિવસો જણાવવામાં આવ્યા છે.

સોમવારે નવા વસ્ત્રો પહેરવા જોઈએ. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાથી શાંતિ, સૌમ્યતા અને સકારાત્મકતા આવે છે. બુધવારે નવા વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બુધવારે ઓફિસ, સ્કૂલ કે બિઝનેસ સંબંધિત નવો યુનિફોર્મ પહેરવો ખૂબ જ શુભ હોય છે અને આ ક્ષેત્રમાં શુભ પરિણામ આવે છે.

ગુરુવારે નવા વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે નવા વસ્ત્રો પહેરવાથી બુદ્ધિ તેજ બને છે અને જ્ઞાન વધે છે. વાસ્તવમાં ગુરુવારને ગુરુનો દિવસ કહેવામાં આવે છે અને આ દિવસે નવા વસ્ત્રો પહેરવાથી વ્યક્તિને ગુરુનો લાભ પણ મળે છે.

શુક્રવારે નવા વસ્ત્રો પહેરવા પણ શુભ છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાથી જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થવાની સંભાવના બને છે.

મંગળવારે નવા કપડાં ન પહેરો

મંગળવારે નવા વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મંગળવારના દિવસે મંગળની અસરને કારણે નવા વસ્ત્રો પહેરનારનો ગુસ્સો વધે છે અને બિનજરૂરી વિવાદ થવાની સંભાવના રહે છે.

રવિવારે નવા કપડાં ન પહેરો
રવિવારના દિવસે નવા વસ્ત્રો પહેરવાની પણ જ્યોતિષ શાસ્ત્રમાં મનાઈ છે કારણ કે તેનાથી રોગો અને દોષની શક્યતા વધી જાય છે.

શનિવારે પણ નવા વસ્ત્રો ન પહેરવા
જ્યોતિષશાસ્ત્રમાં શનિવારે નવા વસ્ત્રો ન પહેરવાની સલાહ આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે શનિવારે નવા વસ્ત્રો પહેરવાથી વ્યક્તિએ વ્યર્થ નિંદા સહન કરવી પડે છે.

કપડાં ખરીદવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે શુક્રવાર એ કપડાંની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ છે કારણ કે શુક્રને ધન, ઐશ્વર્ય અને સુખ, વસ્ત્રોનો ગ્રહ માનવામાં આવે છે. આ દિવસે કપડાં વગેરે ખરીદવું પણ શુભ છે અને આ દિવસે ખરીદવામાં આવેલાં કપડાં ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષ ઉપાયઃ- જો કોઈ કારણસર તમારે મંગળવાર, રવિવાર કે શનિવારે નવા કપડા પહેરવાના હોય તો પહેલા તેના પર પાણીનો છંટકાવ કરવો અથવા અન્ય કોઈ દિવસે અજમાયશ તરીકે પહેરો. તેનાથી નવા કપડા સંબંધિત ખામીઓ દૂર થાય છે.