દેશભરમાં ફેલાયેલી મંદીના માહોલ વચ્ચે અમુક શેર રોકાણકારોને સારામાં સારુ રિટર્ન આપી રહ્યા છે. આજે અમે આપને એક એવા સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. ટાટા ગ્રુપના આ આઈટી સ્ટોકમાં રોકાણકારોના 1 લાખના 82 લાખ બની ગયા છે. આ સ્ટોરનું નામ Tata Elxsi છે. મોટા ભાગે આઈટી સેક્ટરના શેરમાં ધબડકો જોવા મળતો હોય છે. ત્યારે આવા સમયે ટાટાના આ શેરમાં સારુ એવુ રિટર્ન મળ્યું છે. આ સ્ટોકે 42 ટકા રિટર્ન આપ્યું છે.
8100 ટકાનું આપ્યું રિટર્ન
આપને જણાવી દઈએ કે, આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત 102 રૂપિયાના લેવલથી વધીને 8370 લેવલ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન સ્ટોકના રોકાણને પુરો 8100 ટકાનું રિટર્ન મળ્યું છે.
6 મહિનામાં કેટલો વધ્યો સ્ટોક
આપને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનામાં લાર્જ કેપ સ્ટોકની કિંમત 7788 રૂપિયાથી વધીને 8370 ના લેવલ પર પહોંચી ગઈ છે. આ સમયમાં સ્ટોકના રોકાણને 7.50 ટકાનું રિટર્ન મળ્યું છે. તો વળી છેલ્લા 6 મહિનામાં ટાટા ગ્રુપની કિંમત 7040 લેવલથી વધીને 8370 લેવલ પર પહોંચી ગયું ચે. આ સમયમાં સ્ટોકના રોકાણમાં લગભગ 9 ટકાનું રિટર્ન મળ્યું છે.
વર્ષ 2022માં અત્યાર સુધીમાં 42 ટકા ચડ્યો સ્ટોક
વર્ષ દર વર્ષ સમયમાં ટાટાના આ શેરની કિંમત 5890થી 8370ના સ્તર પર ચડ્યું છે. વર્ષ 2022માં સ્ટોકમાં લગભગ 42 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમા આ આઈટી સ્ટોકની કિંમત 4250થી વધીને 8370 ના લેવલ પર પહોંચી ગઈ છે. આ સમયે સ્ટોકને લગભગ 95 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.
એક વર્ષમાં 1 લાખ બની ગયા 1.95 લાખ
જો કોઈ રોકાણકારે ટાટા એલેક્સીના સ્ટોકમાં એક મબહિના પહેલા 1 લાખનું રોકામ કર્યું છે, તો તેના આજે 1.075 લાખ થઈ જાય છે, જ્યારે 6 મહિનામાં 1.19 લાખ થઈ જાય છે. આ ઉપરાંત આ સ્ટોકમાં રોકાણથી 1 લાખના આજે 1.42 લાખ થઈ જાય છે. જો રોકાણકાર એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હતું અને છેલ્લા એક વર્ષમાં રોકાણ કરવામાં આવ્યું હતું કો, તેના 1 લાખ આજે 1.95 લાખ થઈ જાય છે.
આવી જ રીતે 1 લાખ બની જાય છે 82 લાખ
આવી જ રીતે જો કોઈ રોકાણકારને 5 વર્ષ પહેલા ટાટા એલેક્સીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોય તો આજે 1 લાખના 9.60 લાખ થઈ જાય છે. આવી જ રીતે કોઈ રોકાણકારને 9 વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોરકમાં 1 લાખનુ રોકાણ કર્યું હોય તો, તેના 1 લાખ આજે 82 લાખ થઈ જાય.