ગુજરાત યુનિવર્સિટીમાં પણ CCCની પરીક્ષા મોફૂક, કારણ જાણીને ચોકી જશો, છેલ્લી ઘડીએ લેવાયો નિર્ણય

એક તરફ પેપર લીકની ઘટના બનતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી. ઈલેક્ટ્રીસીટી બંધ હોવાના કારણે પરીક્ષા યોજાશે નહીં, તેવું કહેવામાં આવતા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરીના રોજ લેવાશે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે અને મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે. આ અંગે પંચાયત સેવા પસંદગી બોર્ડે પોતાનો લૂલો બચાવ કર્યો છે અને દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો છે.. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો કે- ગુજરાત બહારથી પેપર લીક થયું હતું. આખી ટોળકી ગુજરાત બહારની છે. ત્યાંની ટોળકીઓ પર સરકારે નજર રાખેલી જ હતી. આ ટોળકી સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ખાનગી એજન્સી જ પેપર અંગેની બધી જાણકારી હોય છે. પર ક્યાં પ્રિન્ટ થાય છે અને કેવી રીતે પ્રિન્ટ થાય છે તેની સરકાર કે મંડળને કોઈ ખબર નથી હોતી. આમ તો ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાની નવાઈ નથી રહી.

પરંતુ રવિવારના દિવસે યોજાયેલી બે મહત્વની પરીક્ષાઓ અચાનક મોકુફ થતાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે નિરાશાનો રવિવાર બની ગયો. પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા 10 લાખ ઉમેદવારો નોંધાયા હતા. જે અચાનક પેપર લીક થવાના કારણે મોકુફ રાખવી પડી. જોકે, આ ઉપરાંત અન્ય એક મહત્વની પરીક્ષા એટલે કે CCCની પરીક્ષા પણ તંત્રએ મોકુફ રાખવાની ફરજ પડી હતી. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરી લેવાશે. પરીક્ષા મોકુફ રહેતા નારાજ થયેલા ઉમેદવારોએ જણાવ્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઈલેક્ટ્રીક્સીટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઈલેક્ટ્રીસીટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કમ્પ્યુટર ચાલી શકે તેમ નથી.

માટે સીસીસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ગુજરાતમાં પેપર ફુટવાનો શીલશીલો યથાવત છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે લેવાનાર પેપર છેલ્લી ઘડીએ રદ્ કરતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ પેપર ફુટવાની ઘટના પ્રથમ વખત નથી પણ આ અગાઉ અનેકવાર પેપર ફૂટ્યા છે. વાત કરીએ તો 2014થી 2023 સુધી અનેક પરીક્ષાઓના પેપર ફૂટી ચુક્યા છે.