મહાત્મા જ્યોતિબા ફુલેની બાયોપિક ‘ફૂલે’નો ફર્સ્ટ લૂક રિલીઝ, પ્રતિક ગાંધી અને પત્રલેખાને જોઈને ચાહકો ચોંકી ગયા..

 

વેબ સિરીઝ સ્કેમ 1992થી લોકોના દિલ જીતનાર અભિનેતા પ્રતીક ગાંધી મહાત્મા જ્યોતિબા ફૂલેની બાયોપિક ફૂલેમાં જોવા મળવાના છે.

 

આમ હવે સોમવારે જ્યોતિબા ફૂલેની 195મી જન્મજયંતિના અવસર પર તેમની બાયોપિકનો જ આ ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

 

ક્ષણ અને સમાનતાના અધિકાર માટે લડનારા મહાત્મા જ્યોતિબા ફૂલેની 195મી જન્મજયંતિ નિમિત્તે, 11 એપ્રિલ, સોમવારના રોજ, ફિલ્મ નિર્માતાઓએ તેમની બાયોપિક ફિલ્મ ફૂલેનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો. ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફેન્સ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

 

આ સાથે સાથે જ આ પોસ્ટરમાં અભિનેતા પ્રતિક ગાંધી અને અભિનેત્રી પત્રલેખા બિલકુલ મહાત્મા અને સાવિત્રી ફુલે જેવા જ દેખાઈ રહ્યા છે.

 

અભિનેતા પ્રતીક ગાંધીએ આ પોસ્ટર તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને લખ્યું, “ફૂલે સે પત્રલેખા સાથે એક અભિનેતા તરીકે મહાત્મા ફુલેના વારસાને વિશ્વ સમક્ષ લઈ જવા માટે સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. તેમણે આગળ લખ્યું, જ્યોતિબા ફુલેની 195મી જન્મજયંતિના અવસરે, કન્ટેન્ટ એન્જિનિયર્સ અને ડાન્સિંગ શિવ પ્રોડક્શન્સના બેનર હેઠળ અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત હિન્દી બાયોપિક ફૂલેના ફર્સ્ટ લૂકનું અનાવરણ કર્યું.

 

આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

 

મળતી માહિતી મુજબ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મહાત્મા જ્યોતિબા ફુલેની આ હિન્દી બાયોપિક આવતા જ વર્ષે 2023માં રિલીઝ થઈ શકે છે.

 

તમને જણાવી દઈએ કે, મહાત્મા જ્યોતિબા ફૂલેએ તેમની પત્ની સાથે મળીને અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ સામે લાંબા સમયથી વિરોધ અને પ્રદર્શન કર્યું છે. તેમણે વર્ષ 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી, મહિલાઓ, દલિત અને પછાત માટે સમાન અધિકારોની મજબૂત હિમાયત કરી અને સમાજના તમામ વર્ગોને શિક્ષણ આપવાનું સમર્થન કર્યું.

 

આ સાથે, તેમણે ભારતીય સમાજમાં પ્રચલિત વિભાજન અને ભેદભાવને દૂર કરવા માટે પણ ઘણો સંઘર્ષ કર્યો. મહાત્મા અને સાવિત્રી ફુલેને પણ મહિલાઓ માટે શાળા શિક્ષણના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે યાદ કરવામાં આવે છે.

 

વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર પ્રતિક ગાંધી આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળી શકે છે.

 

અભિનેતા ટૂંક સમયમાં પુલકિતની દિગ્દર્શિત ડેઢ બીઘા જમીનમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી ખેડૂતો અને ગરીબોના પક્ષમાં સિસ્ટમ સામે લડતા જોવા મળશે.

 

આ ફિલ્મમાં તેની સાથે ખુશાલી કુમાર જોવા મળશે. આ સિવાય તે અરશદ સઈદ દ્વારા નિર્દેશિત ફિલ્મ વો લડકી હૈ કહાંમાં અભિનેત્રી તાપસી પન્નુ સાથે મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળશે.