ફરાળી વીક: આ રીતે ઘરે બનાવો ‘પેટીસ’, સ્ટેપ બાય સ્ટેપ નોંધી લો આ રીત

શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો તો આ ફરાળી વાનગી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ફરાળી વાનગી તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ ફરાળી વાનગી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફરાળી પેટીસ.

સામગ્રી

બટાકા

નાળીયેરની છીણ

આદુ મરચાની પેસ્ટ

લીંબુનો રસ

સિંગદાણાનો ભુક્કો

બદામ

કાજુ

દ્રાક્ષ

મરીનો પાઉડર

ખાંડ

ઝીણી સમારેલી કોથમીર

તળવા માટે તેલ

સિંધાલુ મીઠું

બનાવવાની રીત

  • ફરાળી પેટીસ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને એને કુકરમાં બાફવા મુકી દો.
  • 4 થી 5 સીટી વાગ્યા પછી કુકર ખોલીને ચેક કરી લો કે બટાકા બફાઇ ગયા છે કે નહિં.
  • જો બટાકા કાચા લાગતા હોય તો ફરીથી બાફવા મુકો.
  • હવે બાફેલા બટાકાને એક પ્લેટમાં લઇ લો.
  • બટાકા ઠંડા થાય ત્યાં સુધી સિંગદાણાને શેકી લો અને મિક્સરમાં અધકચરા વાટી લો.
  • હવે વાટેલા સિંગદાણા, આદુ મરચાંની પેસ્ટ, મરીનો ભુકો, સિંધાલું મીઠું, કાજુ-બદામના ટુકડા, દ્રાક્ષને એક બાઉલમાં લઇ લો.
  • ત્યારબાદ આ બાઉલમાં નારિયેળની છીણ, ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે ઠંડા થઇ ગયેલા બટાકાને છોલી લો અને એને મેશ કરી લો.
  • મેશ કરેલા બટાકામાં સ્વાદાનુંસાર સિંધાલું મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  • મેશ કરેલા બટાકામાંથી નાના-નાના ગોળા વાળી લો અને અંદર નારિયેળનું છીણ ભરી લો.
  • હવે એક પછી એક બધી પેટીસ વાળી લો.
  • ત્યારબાદ એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં પેટીસ તળી લો.
  • પેટીસ આછા બ્રાઉન રંગની થાય એટલે બહાર કાઢી લો અને એક પ્લેટમાં લઇ લો.
  • પેટીસ તમારે મિડીયમ ગેસે તળવાની રહેશે.
  • તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી ફરાળી પેટીસ.
  • આ ફરાળી પેટીસ તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. આ પેટીસ તમે ત્રણથી ચાર ખાઓ છો તો તમારું પેટ ભરાઇ જાય છે અને તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી.