ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. નાણાકીય વર્ષ 2021-2022 એટલે કે (Financial Year 2021-2022) અને એસેસમેન્ટ યર 2022-2023 (Assessment Year 2022-2023) માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 નક્કી કરવામાં આવી છે. તેના પછી તમારે ITR ફાઇલ કરવા માટે દંડ ચુકવવો પડી શકે છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખની રાહ જોવાને બદલે, શક્ય તેટલી વહેલી તકે ITR ભરો.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા ITR ફાઇલ (ITR Filing) કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં તમે ઘરે બેઠા ઓનલાઈન કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ સાથે નિષ્ણાતો માને છે કે લોકોએ છેલ્લી તારીખ સુધી રાહ જોવી જોઈએ નહીં અને શક્ય તેટલી વહેલી તકે આઈટીઆર ફાઇલ કરવું જોઈએ. તેના પછી તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
ITR ફાઈલ કરવા માટે ફોર્મ 26AS ને જરૂર ચેક કરો
ITR ફાઇલ કરતા પહેલા તમારે તમારા ઈન્વેસ્ટમેન્ટ અને તેનાથી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવી આવશ્યક છે. આ ITR ફાઇલ કરતી વખતે ભૂલો થવાની સંભાવનાને ઘટાડે છે. તેના પછી ફોર્મ 26AS માંથી કપાયેલ TDS રકમ (TDS) ને ક્રોસ ચેક કરો. જો ફોર્મ 26ASમાં કોઈ ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોય, તો કંપનીનો સંપર્ક કરો અને તેને સુધારી લો. આ સાથે જ ITR ફાઇલ કરતા પહેલા યોગ્ય આઈટીઆર ફોર્મ જેવા કે ITR-1, ITR-2, ITR-3 અને ITR-4 માંથી યોગ્ય ફોર્મની પંસદગી કરો.
આવી રીતે ઘરે બેઠા ફાઈલ કરો ITR
- તમારે સૌથી પહેલા https://eportal.incometax.gov.in/ પર જવાનું રહેશે
- તેના પછી યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- તેના પછી Continue ઓપ્શન પર ક્લિક કરો
- File Income Tax Return Option પર ક્લિક કરો અને Assessment Year ની પસંદગી કરોો
- ઓનલાઈન ઓપ્શનની પસંદગી કરો અને પચી પર્સનલ ઓપ્શન પર ક્લિક કરો
- તેના પછી ITR-1 અથવા ITR-4 ફોર્મની પસંદગી કરો
- સેલેરી મેળવનાર વ્યક્તિને ITR-4 ની પસંદગી કરવાની રહેશે
- રિટર્ન ફોર્મ ડાઉનલોડ કરી તેમા ફિલિંગ ટાઈપ પર 139(1) ની પસંદગી કરવાની રહીશે
- આગળ તમારી સામે ફોર્મ ખુલી જશે, જેમા બધી જાણકારી ફિલ કરવાની રહેશે
- બધી માહિતી ભર્યા પછી જાણકારીને ક્રોસ વેરિફાઈ કરો અને Submit કરી દો
- ફોર્મ જમા થયા પછી તમારી મેલ આઈડી અને મોબાઈલ નંબર પર તેનો Confirmation મેસેજ આવશે