તુનિષાને હોસ્પિટલમાં લાવવામાં આવી તે સમયે શરીર પર શેના હતા નિશાન? જાણો સમગ્ર માહિતી

21 વર્ષની આ ટીવી એક્ટ્રેસના મોતથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દરમિયાન તુનિષાની અંતિમ ક્ષણો દર્શાવતો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. આ વીડિયો તુનિષાની આત્મહત્યા પછીનો છે. જેમાં તેનો એક્સ બોયફ્રેન્ડ અને ટીવી સીરિયલ અલી ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’નો કો-સ્ટાર શિજાન ખાન અન્ય બે લોકો સાથે તુનિષાને હોસ્પિટલ લઈ જતો જોવા મળે છે.

આ દરમિયાન હોસ્પિટલના માલિક ડૉ. સુરેન્દ્ર પાલ સાથે વાત કરી હતી, જ્યાં તુનિષાને છેલ્લી વખત લાવવામાં આવી હતી. ડૉ. પાલે જણાવ્યુ હતુ કે, ‘24 ડિસેમ્બરે આશરે 4.15 વાગ્યે તુનિષાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યારે અમે તુનિષાની તપાસ કરી તો અમને ખબર પડી કે તેના શ્વાસ પહેલાથી જ બંધ થઈ ગયા છે. અમે તેનું ECG પણ કર્યું હતું, પરંતુ હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલાં લગભગ 40 મિનિટ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. ડૉક્ટર પાલનું કહેવું છે કે,

આ પછી હોસ્પિટલના લોકોએ પોલીસને જાણ કરી, જેણે આવીને લાશને કબજે લીધી. બીજી તરફ, તુનિષાને હોસ્પિટલ કોણ લાવ્યું તે પ્રશ્ન પર ડૉ. સુરેન્દ્ર પાલે જણાવ્યુ હતુ કે, તુનિષા સાથે કુલ 4 લોકો આવ્યા હતા. સૌથી પહેલા એક વ્યક્તિએ આવીને અમને ઈમરજન્સી કેસની જાણકારી આપી. તેમણે કહ્યું, ‘શિજાન પણ તુનિષા સાથે આવ્યો હતો. જ્યારે અમે તેને તુનિષાના મૃત્યુ વિશે જાણ કરી, ત્યારે તે તરત જ બહાર ગયો અને સીડી પાસે ઉભો રહ્યો.

See also  ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો,280નાં મોત,900થી વધુ મુસાફરો ઘાયલ,વીડિઓ જોઇને ધ્રુજી જશો.

તુનિષાના શરીર પરના નિશાનો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉ. પાલે કહ્યુ હતુ કે, ‘લટક્યા પછી જ તેના ગળા પર નિશાન છે. આ સિવાય શરીર પર અન્ય કોઈ નિશાન નહોતા.’ ઉલ્લેખનીય છે કે, 21 વર્ષની તુનિષા શર્માએ મહારાષ્ટ્રના પાલઘરમાં સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં શિજાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તુનિષા અને શિજાન રિલેશનશિપમાં હતા અને લગભગ 15 દિવસ પહેલાં જ બંનેએ બ્રેક લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તુનિષાએ કથિત રીતે શિજાન સાથે સંબંધ તોડી નાંખ્યા હોવાના દુઃખથી આત્મહત્યા કરી હતી.