બહારનું ખાવાના શોખીનો ચેતજો: રાજકોટના પ્રખ્યાત માહિન મયુર ભજીયા ખાવા આરોગ્ય માટે હાનીકારક !!!

રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. બહારના ખાણી પીણીનાં શોખીનો ચેતી જાવ બહાર કેટલાક ખાણી પીણી વેચનાર વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અને જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને હાનિકારક ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો.

નજીવી રકમમાં સ્વાદ શોખીનોને અનલીમીટેડ ભજીયા પીરસતા નાનામવા મેઇન રોડ સ્થિત માહીન મયુર ભજીયા સેન્ટરના ભજીયા ખાવા આરોગ્ય માટે જોખમકારક છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અહીં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમ્યાન ભજીયા બનાવવા માટે વપરાતા શાકભાજી અને બટેટાનો ઉપયોગ ધોયા વિના કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન । ફૂડ વિભાગ દ્વારા નાનામવા રોડ પર સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં શોપ નં.6માં શાસ્ત્રીનગર (અજમેરા) ગેઇટની સામે આવેલા અને અનલીમીટેડ ભજીયાનું ડિશનું વેંચાણ કરતા માહીન મયુર ભજીયામાં આજે ચકાસણી કરવામાં આવી હતી. ભજીયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા શાકભાજી અને બટેટાનો ઉપયોગ ધોયા વિના જ કરવામાં આવતો હતો.

ખુલ્લામાં ખાદ્ય પદાર્થ રાખવામાં આવતા હતા. ચકાસણી દરમ્યાન 5 કિલો વાસી સમોસાનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક ક્વડીશન જાળવવા નોટિસ આપવામાં આવી છે. સાથોસાથ મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરિદ્વાર હાઇટ્સ સામે મહાત્મા ગાંધી સ્કૂલ પાસે ઢોસા ડોટ ઇનમાં ચેકીંગ દરમિયાન નોટિસ ફટકારી સાંભારનો નમૂનો લેવામાં આવ્યો હતો.