છેતરપિંડી આરોપી : 2.17 કરોડના હીરા ઠગાઈમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત શહેરમાં અનેક ગુના રોજે રોજ જાણે બનતા હોય તેમ સતત પોલીસ ચોપડે પણ અનેક આવી ફરિયાદો નોંધાતી હોય છે જ્યાં આવીજ એક ગુનાહિત ફરિયાદ સુરત શહેરના વરાછા પોલીસ માથે નોંધાઈ હતી જ્યાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો હતો અંતે પોલીસે અંગત બત્મીદરના આધારે ઝડપી પાડી વધુ તપાસ શરુ કરી હતી.

 

સુરત શહેરના વરાછા વિસ્તારના હીરાના વેપારી સાથે 2.17 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો વોન્ટેડ આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં છુટક હીરાનો વેપાર કરતા મુકેશભાઇ કરમશીભાઇ સાનેપરા પાસેથી અગાઉ મોટા વરાછાના આરોપી રાકેશ રતિભાઇ બલીપરાએ 1.30 કરોડના હીરા બજાર ધારા મુજબ વેપાર માટે લીધા હતા અને ત્યાર બાદમાં વાયદા પ્રમાણે  પેમેન્ટ ચૂકવવાનો વારો આવતા જ રાકેશ બલીપરા ઓફીસ બંધ કરી નાસી છુટ્યો હતો. અને આરોપી અન્ય વેપારી પ્રકાશભાઇ હીરજીભાઇ ચીતલીયા પાસે થી રૂ. ૩૯,૪૧,૨૬૫ના હીરા, રજનીભાઇ ભુપતભાઇ નારોલા પાસેથી રૂ.૧૭,૧૩,૯૩૩ના હીરા, અને પરેશભાઇ ધીરુભાઇ સાવલીયા પાસેથી રૂ.૩૦,૦૧,૨૫૩ના હીરા મળી કુલ રૂપિયા – ૦૨,૧૭,૫૬,૪૫૧ના હીરા ખરીદી કરી રૂપિયા આપ્યા ન હોતા. અને આ બનાવમાં પોલીસ ને માં ફરિયાદ થઇ હતી જે ફરીયાદના આધારે પોલીસ ને અંગત બાતમી આધારે આરોપી રાકેશ રતિભાઇ બફલીપરાને  વાપી જી.આઇ.ડી.સી. સેલવાસા રોડ ખાતે ફરી રહ્યો છે જે ચોક્કસ મળેલ બાતમી થી આરોપી ને ઝડપી પાડી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.