5 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ફંક્શન, સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, 84 લગ્ઝરી રૂમથી લઇને 70 વિદેશી કાર સુધી જેસલમેરમાં તડામાર તૈયારીઓ

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલ આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. લગ્નની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મહેમાનોના નામથી લઈને લગ્નની તારીખ સુધીની તમામ બાબતો સામે આવી ગઈ છે. કિયારા-સિદ્ધાર્થ પણ હવે એક થવા માટે તૈયાર છે. જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ લગ્નની વિધિઓ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. 5મી ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી લગ્નના કાર્યક્રમો ચાલશે. બી-ટાઉનના સૌથી પોપ્યુલર લવ બર્ડસ કહેવાતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજકાલ તેમના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે.

ઘણીવાર એકબીજા સાથે જોવા મળતા સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી લગ્નના સમાચાર પર કોઈ રિએક્શન આપ્યું નથી, ત્યારે તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે. લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલા સિદ્ધાર્થ અને કિયારા વિશે હવે એવી માહિતી સામે આવી રહી છે કે બંનેના લગ્નની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નવા રિપોર્ટ અનુસાર, આ સ્ટાર કપલ આગામી 6ઠ્ઠી તારીખે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ સાથે જ આ રિપોર્ટમાં ઘણી વધુ મહત્વની માહિતી શેર કરવામાં આવી છે, તો ચાલો જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થ ક્યારે, ક્યાં અને કેવી રીતે એકબીજાના બનવાની તૈયારીમાં લાગી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્ન કરશે. બંનેના લગ્નનું સેલિબ્રેશન, પ્રી-વેડિંગ અને પોસ્ટ વેડિંગ ફંક્શન 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. સિદ્ધાર્થ અને કિયારાના વેડિંગ વેન્યૂનો પણ ખુલાસો થયો છે. 100-125 મહેમાનો સામેલ થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ લગ્નમાં 100 થી 125 લોકો હાજરી આપશે. આ બધા લોકો પારિવારિક અને ખૂબ જ નજીકના મિત્રો બનવાના છે. બંને સ્ટાર્સના ભવ્ય લગ્ન માટે જેસલમેરના પ્રખ્યાત સૂર્યગઢ પેલેસની પસંદગી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી પણ લગ્નમાં હાજરી આપશે. ઈશા અને કિયારા બાળપણના મિત્રો છે.

84 લક્ઝરી રૂમ અને 70થી વધુ વાહનોનું બુકિંગ
લગ્નમાં આવનાર મહેમાનોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ માટે પેલેસ સૂર્યગઢના 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય 70 થી વધુ કાર પણ બુક કરવામાં આવી છે જેથી મહેમાનને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ 70 વાહનોમાં ઘણી મોંઘી કાર પણ છે. એવું માનવામાં આવે છે કે તેમાં મર્સિડીઝ, જગુઆર અને BMW જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.આ વાહનો જયપુરથી મંગાવવામાં આવી રહ્યા છે.

બોલિવૂડના પોપ્યુલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં તેમના લગ્નની તૈયારીઓમાં બિઝી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બી-ટાઉનનું આ ફેમસ કપલ ​​6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.