RRRથી લઈને દ્રશ્યમ 2 સુધીની આ ફિલ્મોએ કરી ધમાકેદાર કમાણી, જુઓ કઈ કઈ ફિલ્મ છે

આ વર્ષે દક્ષિણની ઘણી ફિલ્મોએ (South Film) દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આવો જાણીએ આ વર્ષની બેસ્ટ ફિલ્મો વિશે જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે અને ધૂમ મચાવી છે.

K.G.F: Chapter 2 ભારતમાં 14 એપ્રિલ 2022 ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. IMAX માં રિલીઝ થનારી આ પહેલી કન્નડ ફિલ્મ પણ છે. આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી હતી.

K.G.F Chapter 2 1

RRR 25 માર્ચ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા અને બોક્સ ઓફિસ પર 700 કરોડથી વધુની કમાણી કરી હતી.

RRR 1 1

કંતારાને 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી. આ ફિલ્મે 305 કરોડથી વધુની કમાણી કરી હતી.

Kantara

પીએસ વન 30 સપ્ટેમ્બર 2022 ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી. આ ફિલ્મે 278 કરોડથી વધુની કમાણી કરી છે.

Ponniyin Selvan Part I

વિક્રમ 3 જૂન 2022 ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક્ટરની જોરદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે 255 કરોડથી વધુની કમાણી કરી હતી.

Vikram 1

બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

Did Boycott Trend Work In Favour Of Brahmastra Or Against It

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ 11 માર્ચ 2022 ના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 248 કરોડથી વધુની કમાણી કરી હતી.

The Kashmir Files

દ્રશ્યમ 2 ભારતમાં હિન્દી ભાષામાં 18 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે.

Drishyam 2

ભૂલ ભુલૈયા 2 ફિલ્મ 20 મે 2022 ના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક અને કિયારાની જોરદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે 180 કરોડથી વધુની કમાણી કરી હતી.

Bhool Bhulaiyaa 2

બીસ્ટ 13 એપ્રિલ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે 139 કરોડથી વધુની કમાણી કરી હતી.

beast 164819853010

ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રીમિયર 16 ફેબ્રુઆરી 2022ના રોજ 72માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બર્લિનેલ સ્પેશિયલ ગાલા સેક્શન ખાતે યોજાયું હતું. આ ફિલ્મ 25 ફેબ્રુઆરી 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની જોરદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે 125 કરોડથી વધુની કમાણી કરી હતી.

box office gangubai kathiawadi enters 100 crore club 001