ખુશખબર/ દેશની સૌથી મોટી સરકારી બેંકે સ્વતંત્રતા દિવસે ગ્રાહકોને આપી ખુશખબર, જોઈ લો શું કરી છે જાહેરાત

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ એક નવી ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. સ્કીમનું નામ ઉત્સવ ડિપોઝિટ છે. દેશના 76માં સ્વતંત્રતા દિવસના અવસર આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. સ્કીમમાં પૈસા લગાવનારાને 6.1 ટકા વ્યાજ મળશે. ઉત્સવ ડિપોઝિટ સ્કીમ સમગ્ર દેશમાં 15 ઓગસ્ટથી લાગૂ છે. ખાસ વાત એ છે કે, ઉત્સવ ડિપોઝિટ સ્કીમ 75 દિવસ સુધી લાગૂ રહેશે. આ સમયગાળામાં આપે અરજી કરવાની રહેશે. આ સ્કીમમાં આપ 30 ઓક્ટોબર 2022 સુધી અપ્લાઈ કરી શકશો. આ નવી ટર્મ ડિપોઝિટ સ્કીમ વિશે સ્ટેટ બેંકે એક ટ્વિટ કરીને જાણકારી આપી છે.

સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠના અવસર આ સ્કીમ લોન્ચ થઈ છે. એટલા માટે સ્કીમમાં અપ્લાય કરવાની મર્યાદા 75 દિવસની રાખી છે. એસબીઆઈએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ગ્રાહકો માટે આ શાનદાર ઓફર્સ છે. ખાસ કરીને ગ્રાહકોને આઝાદીના 75મી વર્ષગાંઠ મનાવવવા માટે ઉત્સવ ડિપોઝિટ ફિક્સ્ડ ડિપોઝીટ પર ગ્રાહકોને વધારે વ્યાજનો લાભ આપવા જઈ રહ્યા છીએ.
સ્ટેટ બેંકના જણાવ્યા અનુસાર, ઉત્સવ ડિપોઝિટ સ્કીમનો સમય 1000 દિવસનો રહેશે. આ સ્કીમ પર ગ્રાહકોને 6.10 ટકા વ્યાજ મળશે. આ યોજના 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી છે અને આગામી 75 દિવસ સુધી તેના માટે અરજી કરી શકશે. આ યોજનાની અન્ય એક વિશેષતા છે. જેમ અન્ય મુદતની થાપણો સામાન્ય લોકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ ચૂકવે છે, તેમ ઉત્સવ થાપણોને પણ ઊંચા વ્યાજનો લાભ મળશે. વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને ઉત્સવ ડિપોઝીટ પર 0.50% વધારાનું વ્યાજ મળશે. સ્ટેટ બેંક 7 દિવસથી 10 વર્ષની મુદત માટે FD સ્કીમ ચલાવે છે, જેનો વ્યાજ દર 2.90 ટકાથી 5.65 ટકા સુધીનો છે.
FDના વ્યાજ દરમાં વધારો
તાજેતરમાં, સ્ટેટ બેંકે પસંદગીની FD યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વધારો 15 બેસિસ પોઈન્ટ્સ સુધી કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંકના જણાવ્યા અનુસાર વધેલા વ્યાજ દરો 13 ઓગસ્ટથી લાગુ થશે. 2 કરોડથી ઓછીની FD માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે. દરોમાં ફેરફાર બાદ SBI 2.90 ટકાથી 5.65 ટકા વ્યાજ ચૂકવી રહી છે.
આ સિવાય સ્ટેટ બેંકે સોમવારે બેન્ચમાર્ક ધિરાણ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ કારણે SBIની લોન મોંઘી થઈ ગઈ છે અને EMI પહેલા કરતા વધુ ચૂકવવી પડશે. રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ SBIએ ધિરાણ દરમાં વધારો કર્યો છે.