ખુશખબર / ખૂબ જ ઓછી કિંમતમાં કરો હવાઈ મુસાફરી, આ એરલાઈન લઈને આવી ખાસ ઓફર: ફટાફટ કરો ટિકિટ બુકિંગ

એર એશિયા (AirAsia Airlines) એરલાઇન્સ દેશની સૌથી મોટી એરલાઇન કંપની છે, જેમાં હજારો મુસાફરો મુસાફરી કરીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. તે તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફર (AirAsia Airlines Special Offer) લાવી છે. કંપની પોતાના ગ્રાહકોને માત્ર 1499 રૂપિયામાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની તક આપી રહી છે. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી ભારત સહિત વિશ્વભરમાં ઉડ્ડયન ક્ષેત્ર  (Aviation Sector) ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

આવી સ્થિતિમાં કંપની ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ ઓફર્સ લઈને આવતી રહે છે. આવી સ્થિતિમાં એર એશિયા (AirAsia Flight Offer) તેના ગ્રાહકોને માત્ર 1499 રૂપિયામાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની તક આપી રહી છે. જો તમે પણ આ સેલનો લાભ લેવા માંગતા હોવ તો તેની કેટલીક શરતો પૂરી કરવી પડશે.

AirAsia એ ટ્વિટ કરી આપી જાણકારી

આ પે ડે સેલ અંગે જાણકારી આપતા એર એશિયાએ તેના ઓફિસિયલ ટ્વિટર હેંડરલ પરતી એક ટ્વિટ કરી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે જો તમે આ ખાસ ઓફરનો લાભ લેવા માગે છે, તો તમારે 31 જુલાઈ 2022 સુધી બુકિંગ કરવી પડશે. તેની સાથે જ આ બુકિંગ 15 ઓગસ્ટ 2022થી લઈ 31 ડિસેમ્બર 2022ની વચ્ચે હોવી જોઈએ. આવી સ્થિતિમાં તમને ફક્ત 1499 રૂપિયામાં ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવાની તક મળશે.

પહેલા આવો પહેલા મેળવોના આધારે મળશે છૂટ 

તમને જણાવી દઈએ કે આ સેલ (AirAsia Pay Day Sale) વિશે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું છે કે આ સેલ પહેલા આવો પહેલા મેળવોની તર્જ પર શરૂ કરવામાં આવ્યો છે. જો તમે વહેલું બુકિંગ કરશો તો તમને આ સેલનો લાભ મળશે. પ્રમોશનલ સીટ ભર્યા પછી તમને આ સેલનો લાભ નહીં મળે. આવી સ્થિતિમાં જો તમે 15 ઓગસ્ટથી 31 ડિસેમ્બરની વચ્ચે ક્યાંય પણ મુસાફરી કરવા માંગો છો, તો શક્ય તેટલી વહેલી તકે આ ઓફરનો લાભ લો.