દેશના 75 માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.

દેશના 75 માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.

ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર દ્વારા પણ સર્વે નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરાઈ છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. જેથી પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે, ત્યારે ભરૂચ જિલ્લાના નાગરિકો પણ આન બાન શાન એવા આપણા તિરંગાને પોતાના ઘરે ફરકાવી દેશ ભક્તિના અમૃત મહોત્સવમાં જોડાવા થનગની રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.13 થી 15 ઓગષ્ટ સુધી પોતાના ઘરો ઉપર આન બાન શાન સાથે પોતાના પરિવાર અને સગા સંબંધીઓની હાજરીમાં તિરંગો ફરકાવવા માટે અપીલ કરી છે.જોકે રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે પણ વિશેષ ધ્યાન રાખવા જણાવ્યું હતું.