આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના ને ધ્યાનમાં લઈને કરી બેઠક

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અત્યારે ગુજરાતની વિઝિટ માટે નીકળ્યા છે. ત્યારે કોરોનાના ખુબ જ વધતા જતા કેસ ને જોતા આરોગ્ય મંત્રી દ્વારા લોકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂરીયાત છે. બસ લોકો સાવચેતી રાખે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે, દરેક દેશોમાં કોરોનાની લહેર વર્તાય રહી છે.

આવી પરસ્થિતિમાં આપણા દેશમાં કોરોનાને ફેલાતો રોકવા માટે ભારત સરકાર ઝડપથી પગલા ભરી રહી છે. સરકાર દ્વારા કોરોના માટેની ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓ દ્વારા બધાને કોરોના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા જણાવ્યું છે. તેની સાથે મેળાળવડાના આયોજન બાબતમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોએ ભીડભાડ વાળી જગ્યાએ જવું નહિ અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરે. સાથે જ આજે કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 3 દર્દીઓ સારવાર હેઠળ સાજા થયા છે.

ઉપરાંત અત્યાર સુધી 12,66,462 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 99.13 ટકા રહેલો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 એક્ટિવ કેસ રહેલા છે. જેમાંથી 33 સ્ટેબલ રહેલા છે. અત્યાર સુધીમાં 11043 લોકોના કોરોનામાં મોત નીપજ્યા છે. આજે અમદાવાદ શહેરમાં જ 9 કેસ સામે આવ્યા છે. જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને ડામવાને લઈને વધુને વધુ લોકોને વેક્સિનેશનના બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવા તમામ રાજ્યોના આરોગ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર આ માટે તમામ રાજ્યોને વિશેષ નાણાંની ફાળવણી કરી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે જે નાણાંની ફાળવણી કરવામાં આવે છે તે તમામનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પ્રકારનું આગ્રહ આરોગ્ય મંત્રી દ્વારા રાખવામાં આવ્યો હતો.

See also  સુરતમાં 65 લાખના સોનાની IITમાં અભ્યાસ કરનારે ધોળા દિવસે લૂંટ કરી.

ઉલ્લેખનીય છે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આરોગ્યની સુવિધા સામાન્ય જનધન સુધી પહોંચે છે કે નહીં તેની વિશેષ કાળજી લેવાની સીએમ ભૂપેનદ્ર પટેલે પણ આરોગ્ય પ્રધાન રુશિકેસ પટેલને આપી છે. અને આરોગ્યની મજબૂત સુવિધાઓની વાત સાથે પ્રજા વચ્ચે વોટ માંગવા જઇ શકાય તેવી સ્થિતિ ઉભી કરવા જણાવ્યું છે. જેને લઇને આરોગ્ય પ્રધાન ઓલરેડી ઇનિશિયેટીવ્સ માટે હાલ એકટીવ છે.