ડોક ની કાળાશ દૂર કરવા માટે એલોવેરાનો આ 5 પ્રકારે કરો ઉપયોગ ને જુવો ફાયદા

મોટાભાગે આપણે ચહેરો, હાથ અને પગની ત્વચાની સારસંભાળ લઈએ છીએ, પરંતુ ગરદનને નજરઅંદાજ કરી દઈએ છી. જેના કારણે ગરદન અને તેની આસપાસનો એરિયા ધીમે ધીમે કાળો પડવા લાગે છે

મોટાભાગે આપણે ચહેરો, હાથ અને પગની ત્વચાની સારસંભાળ લઈએ છીએ, પરંતુ ગરદનને નજરઅંદાજ કરી દઈએ છી. જેના કારણે ગરદન અને તેની આસપાસનો એરિયા ધીમે ધીમે કાળો પડવા લાગે છેઅને તેના પર થર જામવા લાગે છે. જ્યારે આપણે આ વાતે ધ્યાને લઈએ છીએ, ત્યારે આ કાળાશ ખૂબ જ જિદ્દી બની ગઈ હોય છે. આ કારણોસર આ કાળાશ જલ્દીથી દૂર થતી નથી. કાળાશ દૂર કરવા માટે લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવે છે, જેના કારણે ત્વચાને ખૂબ જ નુકસાન થઈ શકે છે. તમે ઘરેલુ નુસ્ખા અપનાવીને આ સમસ્યાથી સરળતાથી રાહત મેળવી શકો છો.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ ની જરૂરિયાત રહેશે, જે તમારી ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. એલોવેરાથી કઈ રીતે ગરદનને સુંદર અને કોમળ બનાવી શકાય તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

એલોવેરા અને લીંબુ

સૌથી પહેલી એક ચમચી એલોવેરા જેલ લો અને તેમાં અડધા લીંબુનો રસ નિચોવી લો. હવે તેમાં મધ અને ગુલાબજળ મિક્સ કરો. હવે આ પેસ્ટ ગરદન પર લગાવી લો. 15 મિનિટ બાદ ગરદનને ધોઈ લો. તમે આ પ્રકારે સપ્તાહમાં બેથી ત્રણ વાર કરી શકો છો.

એલોવેરા અને હળદર

3 ચમચી એલોવેરા જેલ લો અને તેમાં એક ચપટી હળદર નાંખો. હવે તેમાં અડધી ચમચી ચણાનો લોટ (બેસન) મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ગરદન પર લગાવો અને અડધા કલાક બાદ સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ પેસ્ટ લગાવવાથી ગરદનની કાળાશ દૂર થઈ જશે (Remove blackness of the neck).

એલોવેરા અને કાકડી

2 ચમચી એલોવેરા જેલમાં 2 ચમચી કાકડીનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટ ગરદન પર લગાવી લો. અડધા કલાક બાદ ગરદન સાફ કરી લો. આ પેસ્ટ લગાવવાથી ગરદનની કાળાશ અને ડ્રાયનેસ દૂર થઈ જશે.

એલોવેરા જેલ અને દહીં

2 ચમચી એલોવેરા જેલ સાથે એક ચમચી દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટ ગરદન પર લગાવી લો. અડધા કલાક બાદ ગરદન સાફ પાણીથી સાફ કરી લો.

એલોવેરા જેલ અને મુલતાની માટે

એક ચમચી એલોવેરા જેલમાં મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરી લો. આ પેસ્ટ ગરદન પર લગાવી લો. અડધા કલાક બાદ હુંફાળા પાણીથી ગરદન સાફ કરી લો. આ પેસ્ટથી ગરદનની કાળાશ સરળતાથી દૂર થઈ જાય છે.