આ છે એરટેલના પાવરફુલ પ્લાન્સ! નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ‘ફ્રી’માં મળે છે.

એરટેલ સિવાય અન્ય ટેલિકોમ કંપનીઓ જેમ કે Jioના ઘણા પ્લાન પણ Netflix સબસ્ક્રિપ્શન સાથે આવે છે. અહીં અમે તમને Airtelના તે પોસ્ટપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેની સાથે તમને Netflixનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તે યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. તમે એરટેલના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન લઈ શકો છો. કંપનીના ઘણા પ્લાન OTT સબસ્ક્રિપ્શન સાથે પણ આવે છે. તે Netflix સબ્સ્ક્રિપ્શન સાથે આવતા પ્લાન્સ પણ ઓફર કરે છે.

એરટેલનો રૂ 1,199નો પોસ્ટપેડ પ્લાન

એરટેલનો રૂ. 1,199 પોસ્ટપેડ પ્લાન પરિવાર માટે એક સ્ટાન્ડર્ડ અને બે એડ-ઓન કનેક્શન સાથે આવે છે. આમાં, રેગ્યુલર કસ્ટમરને 150GB મંથલી ડેટા આપવામાં આવે છે. આ સિવાય દરેક એડ-ઓન કનેક્શન માટે 30GB ડેટા આપવામાં આવે છે.

તેની ડેટા રોલઓવર કેપેસિટી 200GB સુધીની છે. આ પેકેજમાં અનલિમિટેડ કોલની સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. આ સિવાય ડિઝની + હોટસ્ટાર મોબાઇલ એક્સેસ એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ 6 મહિના માટે અને નેટફ્લિક્સ બેઝિકની માસિક એક્સેસ આપવામાં આવી રહી છે. આ પ્લાન સાથે વિંક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

એરટેલનો રૂ. 1,599નો પોસ્ટપેડ પ્લાન

એરટેલનો રૂ. 1,599 પોસ્ટપેડ પ્લાન પણ ઘણા ફાયદાઓ સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરેક એડ ઓન પ્લાન માટે 250GB માસિક ડેટા અને 30GB વધારાનો ડેટા આપવામાં આવે છે. સબ્સ્ક્રાઇબર્સ આ પેકેજ સાથે 3 ઍડ ઑન પ્લાનમાંથી પસંદ કરી શકે છે.

આ પ્લાન સાથે 200GB સુધીનો ડેટા રોલઓવર પણ આપવામાં આવે છે. આ પેકેજમાં, અમલિમિટેડ કોલ્સ, રોજના 100 SMS એક વર્ષ માટે Disney + Hotstar સબ્સ્ક્રિપ્શન 6 મહિના માટે Amazon Prime મેમ્બરશિપ અને એક મહિના માટે Netflix સબસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે.

તો આ સિવાય કંપની પોતાના કસ્ટમર માટે અન્ય બીજા ઘણા પ્લાન ઓફર કરે છે.. જે કસ્ટમરને બેસ્ટ ટેલિકોમ સર્વિસનો એક્સપિરિયન્સ કરાવે છે.