ભાજપના ગઢમાં નારાયણ નગર પ નર્કાગારની સ્થિતિમાં, ઘરે ઘરે માંદગીના ખાટલા

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં ભાજપના ગઢમાં નારાયણનગર ૫ માં નર્કાગારની સ્થિતિમાં. ઘરે ઘરે માંદગીના ખાટલા.

ગટરના ઉભરાતા પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવથી લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર..
સ્થાનિક નગરસેવકો ભૂગર્ભમાં ઊતર્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ..
ભરૂચ નગરપાલિકાનો સદંતર વહીવટ ખાડે ગયો હોય તેવા અનેકવાર આક્ષેપો થયા છે ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલ ભાજપના ગઢ સમા નારાયણ નગર પની અંદર ઉભરાતી ગટરોના કારણે મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા સાથે ગંદકીનું સામ્રાજ્ય રહેતા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક નગર સેવકો ભૂગર્ભમાં ઊતર્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપના ગઢમાં જ ગંદકીના સામ્રાજ્યથી લોકો પીડાઈ રહ્યા છે અને મચ્છરોના ઉપદ્રવઓ અને ઉભરાતી ગટરોના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો અંત ન આવતા આખરે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે જ મચ્છરોના ઉપદ્રવઓથી વિસ્તારમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોના કારણે મોડી રાત્રીએ લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવે છે સાથે જ ગંદકીના સામ્રાજ્યથી બાળકોને પણ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે પણ વાલીઓએ બાળકોને ઊંચકીને ગંદા પાણીમાંથી પસાર થઈ મુકવા જવા માટે મજબુર બન્યા છે પરંતુ સ્થાનિક ભરૂચ નગરપાલિકાના નગરસેવકો કુંભકર્ણની નીંદરમાં રહેતા આખરે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે આગામી દિવસોમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો હલ કરવામાં પાલિકા નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે
ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્ય મુદ્દે સ્થાનિક રહીશું નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા જ્યાં રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ₹500 500 આપ્યા હોવાના આક્ષેપો કરતા એક સમયે નગરસેવકો અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને નગર સેવકોએ પણ મહિલાઓને કહ્યું કોને આપ્યા તમે ૫૦૦ રૂપિયા જેવા બોલ વચ્ચે નગરપાલિકાના પ્રમુખ ની કેબિનમાં જ નગરસેવકો અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં નારાયણ નગર પાંચની ઉભરાતી ગટરોની સમસ્યા ક્યારે હલ થશે તે પ્રશ્ન હાલ તો લોકોમાં પેચિંગો બની ગયો છે હાલ તો લોકો ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે અને સાથે શાળાએ અવર-જવર કરતા બાળકોને ભારે હાલાકી પડી રહી છે સ્થાનિક રહીશું અને નગરસેવકોની વચ્ચે નિર્દોષ લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે