Mahindra Bolero અને Scorpio પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેના ઘણી પેસેન્જર કાર પર ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી છે. મહિન્દ્રા નવી સ્કોર્પિયો લૉન્ચ થયા બાદથી જ ચર્ચામાં છે અને હવે કંપની જુલાઈમાં ઘણી કારની કિંમતો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ આ મહિને કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને સ્કોર્પિયોથી લઈને બોલેરો સુધી ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. કંપની જૂની સ્કોર્પિયોની કિંમતો પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

બોલેરો પર ડિસ્કાઉન્ટ

કંપની બોલેરો પર રોકડ ડિસ્કાઉન્ટ આપી રહી નથી. જોકે, ખરીદદારોને રૂ. 7500ની કિંમતની એસેસરીઝ ઓફર કરવામાં આવી રહી છે. બોલેરો રૂ. 10,000ના એક્સચેન્જ બોનસ અને 3000ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.. બીજી તરફ બોલેરો નિયોને રૂપિયા 15,000ના એક્સચેન્જ બોનસ અને 4000 સુધીના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સિવાય અન્ય કોઇ ડિસ્કાઉન્ટ મળી રહ્યું નથી.

આ કોમ્પેક્ટ SUV પર ઑફર્સ

મહિન્દ્રા XUV300 પર વેરિઅન્ટના આધારે 23,000 રૂપિયા સુધીનું મેક્સિમમ રોકડ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત કંપની આ કોમ્પેક્ટ SUV પર 25,000નું એક્સચેન્જ બોનસ અને ખરીદદારો માટે રૂપિયા 4000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Marazzo પર કેસ ડિસ્કાઉન્ટ

કંપની મહિન્દ્રા મરાઝોના પસંદગીના વેરિઅન્ટ્સ પર રૂ. 20,000 સુધીનું કેસ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 5,200 રૂપિયા સુધીની કોર્પોરેટ ઓફર પણ મળી રહી છે. સાથે જ એક્સચેન્જ બોનસ તરીકે 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.

સ્કોર્પિયો પર ભારે ડિસ્કાઉન્ટ

મહિન્દ્રા તેની જૂની સ્કોર્પિયોસ પર 1 લાખ 40 હજાર રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સાથે 20,000 રૂપિયાની ફ્રી એસેસરીઝ પણ મળી રહી છે. તો સ્કોર્પિયોની આઉટગોઇંગ એડિશન પર રૂપિયા 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂપિયા 4,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે.

આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ

Alturas G4 સમગ્ર સીરીઝમાં રૂપિયા 2 લાખ 20,000 સુધીનું સૌથી વધુ રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તે જ સમયે કંપની રૂપિયા 50 હજારનું એક્સચેન્જ બોનસ અને રૂપિયા 11 હજાર 500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. ભારતીય બજારમાં થાર, સ્કોર્પિયો-એન અને નવી XUV700 પર કોઈપણ પ્રકારની ઓફર નથી.

નવી સ્કોર્પિયો

મહિન્દ્રાની નવી સ્કોર્પિયો પાંચ ટ્રિમમાં મળી રહી છે. અને તે Z2 થી Z8 L સુધીના વેરિઅન્ટમાં આવી રહી છે.. નવી સ્કોર્પિયોની શરૂઆતની કિંમત રૂપિયા 11 લાખ 99 હજાર છે, અને ટોચના વેરિઅન્ટની કિંમત રૂ. 19.49 લાખ છે.