જે નુપુરનું માથું કાપી નાખશે એને હું મારું ઘર આપીશ

વધુ એક અજમેર દરગાહના ખાદિમનો ઉશ્કેરણીજનક વીડિયો સામે આવ્યો હતો

ટેલર કન્હૈયા લાલ અને ઉમેશ કોલ્હેની હત્યા બાદ પણ દેશનું વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માનું શિરચ્છેદ કરનારાઓને પોતાનું ઘર આપવાની વાત કરી છે.

ટેલર કન્હૈયા લાલ અને ઉમેશ કોલ્હેની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે સૂફીવાદનું શહેર કહેવાતા અજમેરથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે.આ વીડિયોમાં ખાદિમ સલમાન ચિશ્તી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા માટે ઝેર ઓકતા જોવા મળી રહ્યા છે.

સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો એક હિસ્ટરી-શીટર પણ છે, જે નુપુર શર્માનું શિરચ્છેદ કરનારાઓને પોતાનું ઘર આપવાની વાત કરતા જોવા મળે છે.

વાસ્તવમાં ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડ બાદ ધર્મની આડમાં દેશનું વાતાવરણ બગાડવાના પ્રયાસો ચાલુ છે. તાજેતરનો મામલો અજમેરનો છે. ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો કન્હૈયાલાલની હત્યા પહેલા ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલના હત્યારા રિયાઝ મોહમ્મદ અને ગૌસ મોહમ્મદે તૈયાર કરેલા વીડિયો જેવો જ છે. લગભગ બે મિનિટ અને પચાસ સેકન્ડના આ વિડિયોમાં સલમાન ચિશ્તી ખુલ્લેઆમ નૂપુર શર્માને તેની ધાર્મિક લાગણીઓને ટાંકીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.